GujaratJamnagarSaurashtra

મુકેશ અંબાણી જામનગરમાં 1000 બેડની કોવીડ હોસ્પિટલ બનાવશે, 400 બેડ રવિવારથી જ મળી જશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જામનગર થી દેશને ઓક્સિજન સપ્લાય કર્યા પછી બીજી રાહત આપવા જઈ રહ્યા છે. અંબાણીએ જામનગરમાં જ 1000 બેડની હંગામી હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ કર્યું છે. રવિવાર સુધીમાં 400 પથારીની સુવિધા પણ અહીંથી શરૂ થઈ જશે. આ હોસ્પિટલ માટે ઓક્સિજન સપ્લાય જામનગરના પ્લાન્ટમાંથી કરવામાં આવશે.

જામનગરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ભરાઈ ગઈ હોવાથી નવી હોસ્પિટલ શરૂ થતાં ગુજરાત સરકારને મોટી રાહત મળશે. નજીકના જિલ્લાઓ દ્વારકા, પોરબંદર અને મોરબીના દર્દીઓ પણ અહીં આવી રહ્યા છે. અંબાણીને ઓક્સિજન સપ્લાય માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન પર વાત કરી હતી.

દરમિયાન અંબાણીએ તેમને કહ્યું કે રિલાયન્સ પરિવાર દેશની સાથે ઉભો છે અને રિલાયન્સ ટૂંક સમયમાં 1000 બેડની હોસ્પિટલ તૈયાર કરશે. અહીંની તમામ સુવિધાઓ રિલાયન્સ ગ્રૂપ દ્વારા જ પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત સ્ટીલ કિંગ આર્સેલર મિત્તલે પણ હજીરા પ્લાન્ટ સંકુલમાં 250 બેડની અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવી છે. હવે તેના બેડની ક્ષમતા વધારીને એક હજાર કરવામાં આવી રહી છે. મંગળવારે આ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યુ હતું.

Back to top button