Gujarat

ગુજરાતના સ્ટીલ કિંગ આર્સેલર મિત્તલે 3 જ દિવસમાં 250 બેડનું કોવીડ સેન્ટર બનાવ્યું, 1000 બેડ જલ્દી તૈયાર થશે

ગુજરાતના સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલ પરિવારે તેના પ્લાન્ટ હઝીરાના પરિસરમાં અસ્થાયી 250 બેડવળી કોવિડ હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલમાં ક્ષમતા 1000 બેડ સુધી વધારવામાં આવશે. મંગળવારે આ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.

તેમણે કહ્યું કે આર્સેલર મિત્તલે ઓક્સિજનની જરૂરિયાત સમયે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ની સંખ્યા 41,000 થી વધારીને 92,000 કરી દીધી છે. ઓક્સિજનનો અભાવ દૂર થઈ રહ્યો છે.

હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તેની જરૂરિયાતો માટે ઓક્સિજન બનાવે છે. હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલવા માટે કેટલીક તકનીકી સમસ્યા છે, તેથી તેમણે પ્લાન્ટની જગ્યામાં જ કોવિડ કેર સેન્ટર બનાવ્યું છે. આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ હાલમાં તેના લીક્વીડ ઓક્સિજન ઉત્પાદનમાં 30% નો વધારો કરી રહ્યા છે. ગુજરાત ના કોરોના દર્દીઓને 185 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન સપ્લાય કરે છે.

Back to top button