BjpIndiaPoliticsUP

કોરોના નો કહેર: ભાજપના આ ધારાસભ્ય નું કોરોના ને કારણે નિધન

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ ના કારણે હાહાકાર ની સ્થિતિ છે. કોરોના એ ભાજપના ધારાસભ્ય નો પણ જીવ લીધો છે. બરેલીના નવાબગંજ વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય કેસરસિંહ ગંગવાર કોરોના સામે જંગ હારી ગયા. તેમની સારવાર નોઇડાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૬૪ વર્ષ ના હતા.

ગંગવારના પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે નોઇડાની એક ખાનગી હોસ્પિટલમાં તેમની ઘણા દિવસોથી સારવાર ચાલી રહી હતી.ગંગવાર ના પરિવારમાં તેમના પત્ની, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે.ગંગવાર વર્ષ 2009 માં બીએસીમાંથી વિધાન પરિષદમાં ચૂંટાયા હતા અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને નવાબગંજ બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ ત્યાં જીત્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગ્વારના મોત અંગે શોક વ્યક્ત કરતાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ દેવસિંઘ અને મહામંત્રી સુનિલ બંસલે પણ ગંગવાર ના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

દરમિયાન ઉત્તરપ્રદેશમાં આજે કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના 29824 કેસ નોંધાયા છે. રાજધાની લખનૌ સહિતના તમામ શહેરોમાં કોરોના કેસોમાં થોડો ઘટાડો થયો છે જ્યાં ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો હતો.

Back to top button