healthIndia

ભારતની Covaxin રસી તો છે દમદાર: કોરોના ના 617 પ્રકાર સામે રક્ષણ આપશે, અમેરિકાના એક્સપર્ટ નો દાવો

કોરોના જોખમી હોવા વચ્ચે દેશી કોવેક્સિન વિશે એક સારા સમાચાર છે. અમેરિકાના મુખ્ય તબીબી સલાહકાર અને રોગચાળાના શીર્ષ નિષ્ણાત ડો. એન્થોની ફૌસીના જણાવ્યા મુજબ, કોવેક્સિન કોરોનાના 617 પ્રકારો ને બેઅસર કરી શકે છે.ફૌસી કહે છે કે ભારતમાં કોવેક્સિન રસી લેનારા લોકોના ડેટાથી આ રસીની અસર મામલે જાણવા મળ્યું છે. તેથી ભારતમાં મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં, રસીકરણ ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ 20 એપ્રિલે કહ્યું હતું કે કોવેક્સિન ડબલ મ્યુટન્ટ કોરોના વેરિએન્ટ્સ સામે પણ રક્ષણ આપે છે. તેના અભ્યાસના આધારે આઇસીએમઆરએ કહ્યું કે આ રસી બ્રાઝિલિયન વેરિએન્ટ, યુકે વેરિએન્ટ અને દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટ પર પણ અસરકારક છે.

દેશમાં ચાલી રહેલી બીજી લહેર માટે આ પ્રકારોને જવાબદાર માનવામ આવી રહ્યા છે. ભારતના 10 રાજ્યોમાં જે ડબલ મ્યુટન્ટ કોરોના વેરિએન્ટનો સામનો કરવો પડ્યો તે અતિ જીવલેણ છે. તે ઝડપથી ફેલાય છે ખુબ જ ટૂંકા ગાળામાં ખરાબ અસર કરે છે.

કોવેક્સિનના ત્રીજા તબક્કાના વચગાળાના ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટમાં હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક અને આઇસીએમઆરએ જણાવ્યું હતું કે કોવેક્સિન તબીબી રીતે 78% અને કોરોનાથી ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીઓ પર 100% અસરકારક છે. કંપનીએ તેના વિશ્લેષણમાં કોરોનાનું 87 વિશ્લેષણ કર્યું. રસી અંગેનો અંતિમ અહેવાલ જૂનમાં જાહેર કરવામાં આવશે.

Back to top button