India

રસ્તા પર ભૂખ્યા વૃદ્ધા ને ખાવાનું આપતા જ રડી પડ્યા, વિડીયો જોઇને લોકો પણ થયા ભાવુક

કોરોના કાળમાં લોકડાઉન થવાની શક્યતામાં સૌ લોકો ચિંતિત હોય છે ત્યારે ગરીબ અને વૃદ્ધો પણ ખરાબ પરિસ્થિતિમાં હોય છે. રોજગાર છીનવાના કારણે લોકો ભૂખ્યા જ રસ્તા પર આવવા મજબૂર બન્યા છે. ગરીબ નિરાધાર વૃદ્ધ લોકો જેમને ઘરે કોઈ છે નહી તેઓ રસ્તા પર જ જીવન ગુજારતા હોય છે. તેમની સંભાળ લેવા માટે કોઈ નથી. આવા લોકોની મદદ પણ કરવા માટે ઘણા લોકો આગળ આવતા હોય છે.જ્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થયો ત્યારે સૌ કોઈ ભાવુક થયા છે.

આ વિડિઓ એક વૃદ્ધ મહિલાનો છે જે રસ્તાની બાજુમાં દયનીય સ્થિતિમાં બેઠી છે. તેની સ્થિતિ જોઇને એવું લાગ્યું કે જાણે લાચાર નિરાધારને ખાવા પીવાની જરૂર હોય. વૃદ્ધ મહિલા ને આ રીતે બેઠા જોઈને એક વ્યક્તિનું હૃદય પીગળી ગયું અને તેણે તેમને પાણી અને ખોરાકની બોટલ આપી. જમ્યા પછી મહિલા ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુઓ આવી ગયા.

પણ અમ્માએ તરત જ થેલીમાંથી પૈસા કાઢ્યા અને તે વ્યક્તિ ને આપવા માટે હાથ લંબાવ્યા. જ્યારે વ્યક્તિએ ના પાડી ત્યારે મહિલા ખુશ થઇ ગઈ હતી.વીડિયો સેવ હ્યુમનિટી નામની સંસ્થાએ શૂટ કર્યો હતો, જેને આઈપીએસ દીપાંશુ કાબરાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જુઓ વિડીયો,

થોડા સમયમાં તે વિડીયો હજારો લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ લાઈક કર્યું છે. એક તરફ આ વીડિયો જોઈને લોકોએ માનવતા પ્રત્યેની આસ્થા વધારી છે, બીજી તરફ લોકો આવા વડીલોને તરછોડતા તેમના પરિવારજનો સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.

Tags
Back to top button