AhmedabadGujaratMadhya Gujarat

લોકોની ધીરજ ખૂટી: GMDC ખાતે રિક્ષાચાલકે કોરોના દર્દી ને લઈને બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જુઓ વિડીયો

અમદાવાદમાં GMDC ખાતે તાજેતરમાં જ કોવિડ સેન્ટર શરુ કરાયું છે. સરકારે અગાઉ નક્કી કર્યું હતું કે ૧૦૮ માં આવનાર દર્દીને જ દાખલ કરાશે જેનો લોકોએ વિરોધ કર્યો હતો. બાદમાં હાઇકોર્ટે ફટકાર લગાવતા AMC એ નિર્ણય કર્યો કે હવે ખાનગી વાહનો દ્વારા આવતા દર્દીને પણ દાખલ કરાશે. જો કે હજુ પણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. દર્દીઓ હોસ્પિટલ ની બહાર જમા થઇ રહ્યા છે ત્યારે આજે ધીરજ ખૂટી પડી હતી.

હોસ્પિટલ ના નિયમ મુજબ પહેલા ટોકન લેવાનું હોય છે અને બાદમાં હોસ્પિટલ જાણ કરે ત્યારે દર્દીએ આવવાનું હોય છે. જો કે ગંભીર દર્દી આટલી રાહ કઈ રીતે જોવે? ગઈકાલે સાંજે હોસ્પિટલની બહાર હંગામો થયો હતો. 70 વર્ષીય વૃદ્ધ મહિલાને દાખલ કરાવવા માટે તેમના પરિવાર ના લોકો આવ્યા હતા. ત્યારે વૃદ્ધ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી પણ હોસ્પીટલે દાખલ કરવાની મનાઈ કરી હતી.

આખરે પરિવારના સભ્ય ની ધીરજ ખૂટી અને જે રીક્ષામાં વૃદ્ધ ને લઈને આવ્યા હતા તે રીક્ષા હોસ્પીટલના ગેટ સામે હંકારી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ રીક્ષા બેરીકેટ ને અથડાઈને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં લોકોએ હંગામો મચાવ્યો હતો અને તંત્રનો વિરોધ કર્યો હતો. જુઓ વિડીયો,

Back to top button