DelhiIndia

12 કિમી દૂર હોસ્પિટલ, એમ્બ્યુલન્સવાળા એ આટલા અંતર ના લીધા 42000 રૂપિયા

કોરોના કટોકટીની વચ્ચે એક તરફ કોરોના વોરિયર્સ તેમના જીવનની ચિંતાઓ છોડી દર્દીઓની સેવા કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો મોકાનો લાભ ઉઠાવી રહ્યા છે. થોડાક રૂપિયા માટે હાલ અમુક લોકો લાચાર લોકો ને પરેશાન કરે છે. આવી જ એક ઘટના દિલ્હીની નજીકના નોઇડામાં પ્રકાશમાં આવી છે જ્યાં એક એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 12 કિલોમીટરના ૪૨૦૦૦ રૂપિયા વસૂલ્યા.

એટલે કે એક કિલોમીટર ના ૩૫૦૦ રૂપિયા થયા.જો કે પાછળથી પોલીસ તપાસ થઇ અને પૈસા પરત કરવા પડ્યા. કોરોના ચેપગ્રસ્ત દર્દીને નોઇડા સેક્ટર 50 માંથી હોસ્પિટલમાં દાખલ કરવાનો હતો. એમ્બ્યુલન્સ ડ્રાઈવર દર્દીને ગ્રેટર નોઈડા વેસ્ટની ઘણી હોસ્પિટલમાં લઈ ગયો હતો. એમ્બ્યુલન્સના ચાલકે આ 12 કિમીના અંતર માટે 42 હજાર રૂપિયા લીધા હતા. આ મામલો સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશમાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરી ડ્રાઇવર સુધી પહોંચી હતી.

પોલીસ પૂછપરછમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કહ્યું કે તે દર્દીને લઈને ઘણી હોસ્પિટલોમાં ગયો અને તેની સંપૂર્ણ મદદ કરી. જો કે તે 12 કિલોમીટર માટે 42 હજારની માંગને યોગ્ય ઠેરવી શક્યો નહીં. પોલીસ કાર્યવાહી બાદ એમ્બ્યુલન્સના ચાલકે પરિવારને 40 હજાર રૂપિયા પાછા આપ્યા હતા. આ સાથે પોલીસે ડ્રાઈવરને માફી માગી હતી અને એમ્બ્યુલન્સ નું ચલાન પણ કાપ્યું હતું.

પોલીસે આ ઘટના બાદ સ્પષ્ટ કર્યું કે જો કોઈ વધારે ભાડુ માંગે તો તાત્કાલિક ટ્રાફિક પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરો. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે લાચારીનો લાભ લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અન્ય સ્થળોએ મનમાની વસુલી કરનાર સામે તે વસ્તુ સંબધિત અધિકારીને ફરિયાદ કરી શકો છો.

Back to top button