International

અઢળક લકઝરી ગાડીઓ, આલીશાન બંગલો: મહિલા ને 1322 કરોડની લોટરી લાગતા બદલાઈ ગઈ જિંદગી

લોટરી એક રમત છે જે કોઈપણને નીચે થી ઉપર સુધી પહોચાડી દે છે. આવો જ કિસ્સો બ્રિટનના રહેવાસી ગિલિયન બેફોર્ડનો છે. ગિલિયન બેફોર્ડ આજે ખૂબ જ બિન્દાસ જીંદગી જીવી રહ્યો છે. તેની પાસે લક્ઝરી બંગલો છે જેમાં દસ લક્ઝરી કાર અને તેનો પોતાનો ધંધો છે.

‘ધ સન’ ના એક અહેવાલ મુજબ લોટરી વિજેતા ગિલિયન બેફોર્ડે તાજેતરમાં જ તેના જીવન વિશે કેટલીક માહિતી શેર કરી છે. દસ લક્ઝરી કાર, લક્ઝુરિયસ બંગલા ઘણી વસ્તુઓના માલિકો બન્યા છે પરંતુ ગિલિયન બેફોર્ડ 48 વર્ષની વયે ફરી એકવાર માતા બની છે.હકીકતમાં, ગિલિયન બેફોર્ડે 2012 માં લોટરીની ટિકિટમાંથી 1322 કરોડ રૂપિયા મેળવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો.

જો કે જે સાથીની સાથે તેણે આ લોટરી જીતી હતી, તેણે તેને 15 મહિના પછી છૂટાછેડા આપી દીધા અને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા. ગિલિયન બેફોર્ડનો પતિ પણ એક કાર પ્રેમી છે. ગિલિયન બેફોર્ડે છૂટાછેડા પછી ચોરીનો આરોપ હતો એવા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા. ગિલિયનનો પતિ બ્રાયન પ્રોપર્ટી રિનોવેટર માટે કામ કરે છે.

હાલમાં, ગિલિયન બેફોર્ડ તેના જીવનનો આનંદ માણી રહી છે. તેઓએ જે ઘર ખરીદ્યું છે તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. ગિલિયન હાલમાં તેના નવા બાળક સાથે ખૂબ જ મસ્તી કરી રહી છે. તે તેની સાથે જ જોવા મળે છે. આ પહેલા પણ તે બે વાર માતા બની ચુકી છે.

ગિલિયનના પતિની વાત કરીએ તો તે પ્રોપર્ટી રિનોવેટરનું કામ કરે છે. ગિલિયન બેફોર્ડે 2012 માં લોટરી જીત્યાના લગભગ 15 મહિના પછી બ્રાયન સાથે લગ્ન કર્યા. તે સમયે બ્રાયને કહ્યું હતું કે તેણે તેની પત્નીને ડેટિંગના શરૂઆતના દિવસોમાં જ તેના ગુના વિશે જણાવી દીધું હતું.

લોટરી ની રમત યુકેમાં ખૂબ પ્રખ્યાત છે. લોટરી રમત ફક્ત યુકેમાં જ નહીં, પણ સંયુક્ત રબ અમીરાતમાં પણ રમાય છે. તાજેતરમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યારે યુએઈમાં લોટરી જીતીને તમામ ભારતીય સફળ બન્યા હતા. લોટરીમાં અઢળક રકમ જીત્યા બાદ લોકોની જિંદગી એકદમ બદલી જતી હોય છે.

Back to top button