AhmedabadCrimeGujaratMadhya Gujarat

અમદાવાદ: હોટેલમાં બેસીને રેમડેસીવીર ઇન્જેક્શન ના નામે 100 રૂપિયાવાળા નકલી ઇન્જેક્શન વેચ્યા

કોરોના રોગચાળામાં જ્યાં લોકો નિર્દયતાથી મરી રહ્યા છે ત્યાં કેટલાક લોકો એવા પણ છે રૂપિયા માટે લોકોના જીવ જોખમ માં મૂકી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ફાઇવ સ્ટાર હોટલમાં બેસીને રેમેડિસિવીર ઈન્જેક્શનના નામે હજારો રૂપિયામાં 5000 ટેટ્રાસાયિકલ ઈંજેકશન વેચનારા આવા 7 લોકો ની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાંચમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હિતેશ, દિશાત વિવેક, નીતેશ જોશી, શક્તિસિંહ, સનપ્રીત અને રાજ વોરા અમદાવાદની ફાઇલ સ્ટાર હોટલ હયાતમાં બેસીને આ ષડયંત્ર ચલાવી રહ્યા હતા. ટેટ્રાસાયિકલ ઈન્જેક્શનથી ભરેલા બોક્સની સાથે, તેમની પાસે રાયપુરમાં એક કંપનીના નામથી બનાવટી સ્ટીકરો પણ હતા, તેમને ટેટ્રાસાયિકલ ની બોટલ પર ચોંટાડીને તે વેચી દેતા હતા.

આરોપીઓએ જણાવ્યું હતું કે આ તમામ લોકો તેમના પરિચિતો અને મિત્રો દ્વારા કોઈ બીજાને ઇન્જેકશન આપવાના નામે સંપર્કમાં હતા. અત્યાર સુધીમાં તેઓ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, વાપી જેવા શહેરોમાં 4 હજારથી 10 હજારની વચ્ચે વેચે છે.

ક્રાઈમ બ્રાંચને સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે, હોટલ હયાતમાં રોકાતો સનપ્રીત નામનો શખ્સ જય ઠાકુરને રેમેડિવીવર ઇન્જેક્શન વેચવાનો હતો. બાતમી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાંચની ટીમે જય ઠાકુરનો સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ આરોપીને પકડવા રેડ પાડવા છટકું ગોઠવ્યું હતું.

આ રીતે ટીમ સનપ્રીત અને ત્યારબાદ બાકીના સાથી સુધી પહોંચી હતી. હોટલના ઓરડામાંથી જ ટેટ્રાસાયિકલ ઇન્જેક્શન અને રેમેડિસવીર ઇંજેક્શનના બનાવટી સ્ટીકરો જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે કે ફેક સ્ટીકરો ક્યાંથી મળ્યા છે.

Back to top button