IndiaInternational

કોરોના મામલે યુનાઈટેડ નેશન ભારતને મદદ કરવા આગળ આવ્યું, મોદી સરકારે કહ્યું જરૂર નથી અમારી પાસે બધું છે

ભારતમાં કોરોના ના કેસ ચરમસીમાએ છે ત્યારે મેડીકલ સુવિધાઓ ની ભારે અછત સર્જાઈ છે. આવામાં અનેક દેશ ભારતને મદદ કરવા આગળ આવ્યા છે.યુનાઈટેડ નેશને પણ ભારતને મદદ કરવાની જાહેરાત કરી હતી પણ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે યુએન સંયુક્ત રાષ્ટ્રની કોવીડ ૧૯ સંબંધિત સામગ્રી માટે તેની સપ્લાય ચેઇનની સહાય માટે ભારતે ના પાડી દીધી છે. ભારતે કહ્યું કે અમારી પાસે મજબુત પ્રણાલી છે.

અમે જો જરૂરિયાત હોય તો અમે અમારી એકીકૃત પુરવઠા ચેઈન ની સહાયની ઓફર કરી હતી. અમને આ તબક્કે કહેવામાં આવ્યું છે કે આની જરૂર નથી કારણ કે ભારતમાં આનો સામનો કરવા માટે મજબુત સિસ્ટમ છે. પરંતુ અમારી ઓફર કાયમ છે. યુ.એન. ચીફના નાયબ પ્રવક્તા ફરહાન હકે પીટીઆઈના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અમે ગમે તે રીતે ભારત ને મદદ કરવા તૈયાર છીએ.

ભારતના કોવિડ -19 ના વધતા જતા કેસો અને મૃત્યુ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર વિવિધ સ્તરે ભારતમાં અધિકારીઓ સાથે સંપર્કમાં છે. હકે જણાવ્યું હતું કે યુએન સેક્રેટરી-જનરલની મુખ્ય સચિવ, મારિયા લુઇઝા રિબેરો વાયોટ્ટી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. હકે એમ પણ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુનિશ્ચિત કરી રહ્યું છે કે તેના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કર્મીઓ ભારતમાં સલામત છે જેથી ભારતની આરોગ્ય પ્રણાલી પરનો ભાર ન વધે.

Back to top button