IndiaInternationalNarendra Modi

વિદેશી મીડીયાએ પીએમ મોદીને આડેહાથ લીધા: મોદીના ઘમંડથી ભારતમાં કોરોના બેકાબુ, રસી ની નિકાસ નો ઢંઢેરો પીટ્યો પણ પોતાના દેશમાં ઉત્પાદન ક્ષમતા ની ખબર નહી

“ભારત અંધેરી રાજનીતિમાં ખોવાઈ ગયું છે” જ્યારે મે 2019 માં મોદી ફરી વડાપ્રધાન બન્યા ત્યારે આ હેડલાઇન વિદેશી મીડિયામાં હતી. વિશ્વના ટોચના મીડિયા ગૃહોએ નરેન્દ્ર મોદીની જીત અંગે નિવેદન આપ્યું હતું. બે વર્ષ પછી હવે મે 2021 માં, વિદેશી મીડિયાના માધ્યમોએ ફરી પીએમ મોદીને આડેહાથ લીધા છે. સરકાર કોરોનાની બીજી લહેરમાં તદ્દન નિષ્ફળ ગઈ જેથી વિદેશી મીડિયા પીએમ મોદી પર વરસી છે.

વિદેશી મીડિયામાં છપાયું છે કે, દરરોજ 3.5 લાખ નવા કોરોના દર્દીઓ અને 2000 થી વધુ લોકો મૃત્યુ પામે છે. આ પરિસ્થિતિ ભયજનક વાયરસને કારણે છે, પરંતુ તેની પાછળ ભારતીય વડા પ્રધાનનું ઘમંડ અને નબળું આયોજન જવાબદાર છે. વિશ્વભરમાં રસી નિકાસ કરી ઢંઢેરો પીટ્યો અને ત્રણ મહિના પછી ભારતમાં જ ખૌફનાક નજરો દેખાયો.

ભારતની પરિસ્થિતિ નિયંત્રણની બહાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સહાયની જરૂર છે. 2020 માં અચાનક લોકડાઉન થયું હતું અને લાખો સ્થળાંતર મજૂરોને શહેર છોડવું પડ્યું હતું. વડાપ્રધાને ગયા વર્ષે સિસ્ટમને લોક કરીને અને 2021 ની શરૂઆતમાં બધું ખુલ્લું છોડી દીધું.તબીબી સિસ્ટમ પર માત્ર ભાષણો આપવામાં આવતા હતા. લોકોને બચાવવાને બદલે બિનજરૂરી ઉજવણીઓ કરવામાં આવી.

વડા પ્રધાન મોદીએ પરિસ્થિતિને વધુ બગડી હતી.રાજ્યની ચૂંટણીઓમાં વિજય માટેના કાર્યક્રમો યોજાયા હતા જ્યાં તેમણે માસ્ક વિના હજારોની ભીડને સંબોધન કર્યું હતું. કુંભ મેળાને પણ મંજૂરી આપવામાં આવી હતી. લાખો લોકો એકઠા થયા અને તે કોરોનાનું હોતસ્પોટ બન્યું.

Back to top button