IndiaMadhyapradesh

લવ મેરેજ બાદ બધું સારું હતું: કોરોનાએ પતિનો જીવ લીધો, પત્નીએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

મધ્યપ્રદેશ ના ઇન્દોરના રાજેન્દ્ર નગરના સેન્ચ્યુરી પાર્કમાં રહેતી 34 વર્ષીય પ્રોફેસર નેહા પનવારે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેના પતિ ડેપ્યુટી રેન્જર પવન પનવરનું બુધવારે સવારે કોરોના ના લીધે મૃત્યુ થયું હતું.

પાંચ વર્ષ પહેલા લગ્ન કરનાર આ દંપતીની જિંદગી નવી ઉડાન પર હતી, પરંતુ કોરોના એ જીવન વેરવિખેર કરી નાખ્યું.પતિ ને કોરોના નો ચેપ લાગ્યો અને ૧૫ દિવસ લડ્યા બાદ મોત થયું. આ અંગેની જાણ થતાં જ તેની પત્ની નેહા જેણે તે તેના જીવન કરતા વધારે પ્રેમ કરતી હતી તેણે પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

પહેલા પ્રેમ અને પછી લગ્નની કહાની ના આવા અંતની કોઈએ કલ્પના પણ કરી નહોતી. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી. પત્ની ખાનગી કોલેજમાં પ્રોફેસર હતી, તાજેતરમાં પતિને પીએસસી દ્વારા રેન્જર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાને કારણે તે ફરજમાં જોડાઈ શક્યો ન હતો.

દરમિયાન 19 એપ્રિલે કોરોનાએ બંનેની ખુશીઓ પર ગ્રહણ લગાડ્યું, ૩૬ વર્ષીય પતી ને કોરોના નો ચેપ લાગ્યો. લગ્નના બંધનમાં બંધાયેલ ૧૮ વર્ષ જુનો આ પ્રેમ હતો. જો કે લગ્ન ના તો ૫ જ વર્ષ થયા હતા.ભવનકુવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં પવન જીવનની લડત સામે હારી ગયો હતો અને બાદમાં જ્યારે પત્નીને આ વાતની જાણ થતાં જ તે આ સહન ન કરી શકી અને તેણે પણ આપઘાત કરી લીધો.

જ્યારે પવનના મૃતદેહને અંતિમ વિધિ માટે બરવાની લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી, ત્યારે નેહા રાજેન્દ્ર નગરમાં સેન્ચ્યુરી પાર્કમાં ઘરે પહોંચી હતી, તેના પરિવાર સાથે કપડાં લેવાના બહાને તે ગઈ હતી.જ્યાં 34 વર્ષીય નેહાએ પોતાના ઘરે જ ફાંસી લગાવી હતી.

Back to top button