Bollywood

અમૃતા રાવ અને આરજે અનમોલ ના પુત્રની ક્યુટ તસ્વીર સામે આવી

પ્રખ્યાત અભિનેત્રી અમૃતા રાવ અને આરજે અનમોલના પુત્ર વીરની ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. પુત્રની તસવીર પિતા અનમોલે શેર કરી છે. પુત્રની તસવીર શેર કરીને આરજે અનમલે લખ્યું છે – કોઈ કહેશે કે અહીં પિતા કોણ છે?

અમૃતા રાવ અને આરજે અનમલે ગયા વર્ષે જાણકારી આપી હતી કે તેઓ માતા-પિતા બનશે. માતા બન્યા બાદ અમૃતાએ વીરના જન્મના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આરજે અનમોલે આજે આ તસવીર શેર કરી છે, જેમાં વીર તેની માતા અમૃતાના ખોળામાં છે. આરજે અનમોલે આ તસવીર શેર કરતાં લખ્યું કે, ‘જ્યારે હું વાહન ચલાવું છું ત્યારે કોઈ મારી ઉપર નજર રાખે છે, ત્યારે કોઈ કહેશે કે અહીં પિતા કોણ છે?’

તસ્વીરમાં વીર ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે. જણાવી દઈએ કે અમૃતા અને અનમોલના લગ્ન વર્ષ 2016 માં થયા હતા, 1 નવેમ્બર 2020 માં અમૃતાએ પુત્રને જન્મ આપ્યો હતો.

Back to top button