Corona VirusInternationalNews

માસ્ક ન પહેરવા બદલ થાઈલેન્ડ ના પ્રધાનમંત્રી ને 14000 રૂપિયાનો દંડ, અને આપણે ભારતમાં…

થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા ને સોમવારે માસ્ક ન પહેરવા બદલ 6,000 Baht એટલે કે 14,270 રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. થાઇલેન્ડની સરકાર દેશમાં કોરોના વાયરસની નવી લહેર સામે લડવા માટે સંઘર્ષ કરી રહી છે. થાઇલેન્ડમાં થાઇલેન્ડના નાગરિકોને બાદ કરતાં 1 મેથી ભારતના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે થાઇલેન્ડમાં કોવિડ -19 ના નવા 2,048 કેસ નોંધાયા હતા અને આઠ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

બેંગકોક પોસ્ટ ના રીપોર્ટ મુજબ જનરલ પ્રયુતને દંડ કરવામાં આવ્યો હતો કારણ કે સોમવારે રસી ખરીદ સલાહકાર સાથેની બેઠક દરમિયાન તેમણે માસ્ક નહોતું પહેર્યું. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારથી ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બેંગકોકના રાજ્યપાલ અસ્વિન ક્વાનમુઆંગે સોમવારે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે તેમણે વડા પ્રધાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર વડા પ્રધાનની આલોચના થતાં શહેર અધિકારીઓ કાર્યવાહી કરવા ઉતરી ગયા હતા. તેમના ફેસબુક પેજ પર માસ્ક વિના બેઠકમાં બેઠા હતા તેવો ફોટો હતો. બાદમાં તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Back to top button