Corona VirusInternationalNews

રીસર્ચ: કોરોના રસીનો એક ડોઝ લીધો હોય તો પણ ચેપ લાગવાની શક્યતા એકદમ ઘટી જાય છે

કોરોના ની રસી નો એક ડોઝ પણ કોરોનાવાયરસ નો ચેપ લાગવાની શક્યતા અડધી થઇ જાય છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) દ્વારા બુધવારે તેના સ્ટડી બાદ આ માહિતી શેર કરી હતી. સિન્હુઆના અહેવાલ મુજબ કોરોના રસી મેળવનારા લગભગ 38 ટકાથી 49 ટકા લોકો ને ચેપ ઓછો લાગ્યો છે જેમણે રસીનો એક ડોઝ લીધો છે.

સંશોધન સાથે સંકળાયેલા લોકોએ યુકેમાં પહેલાથી અધિકૃત રસી ફાઇઝર અથવા એસ્ટ્રાઝેનેકા રસીનો એક જ ડોઝ લીધો હતો. ચેપી રોગ નિયંત્રણમાં નિવૃત્ત સલાહકાર પીટરએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે.તેમણે કહ્યું તેના પરિણામો પહેલાથી સ્પષ્ટ છે કે રસીકરણ લોકોને કોરોના નો ચેપ લાગવાથી બચાવશે.

અધ્યયન મુજબ જો રસી અપાયેલી લોકોને કોરોના ચેપ લાગે તો પણ તે ખૂબ ચેપી નથી અને તે જ સમયે તે અન્યમાં કોરોના ચેપ ફેલાવી શકે તેની શક્યતા પણ ઓછી છે.આ અધ્યયનમાં આશરે 24,000 ઘરોમાં રહેતા 57,000 થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કાળજી લેવામાં આવી હતી કે પરિવારના એક સભ્ય એ રસી અપાવેલી હોય. તેમની તુલના લગભગ ૧૦ લાખ લોકો સાથે કરવામાં આવી હતી જેમણે રસી લીધી ન હતી. જો કે આ અધ્યયન અંગે હજી ઊંડી સમીક્ષા કરવાની બાકી છે.

Back to top button