Corona VirusGujaratNews

ગુજરાતે અઢી કરોડ રસી ના ડોઝનો ઓર્ડર આપ્યો, પણ હજુ 15 દિવસ પછી શરુ થશે રસીકરણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને 1 મેથી શરુ થનાર રસીકરણ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. ગુરુવારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે ગુજરાતે અઢી કરોડ ડોઝ મંગાવ્યા છે. જો કે, રસીકરણ 15 દિવસ પછી શરૂ થશે. કારણ કે ડોઝ ગુજરાત પહોંચવામાં સમય લાગશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે જેમ રસીકરણના પહેલા તબક્કામાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે, તેવી જ રીતે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ આ રસીકરણ અભિયાનમાં સામેલ થવું જોઈએ. 45 વર્ષથી ઉપરના આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને નાગરિકો સહિત હજી સુધી 1 કરોડ 20 લાખ ને ડોઝ અપાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આ અગાઉ દોઢ કરોડ ડોઝ મંગાવ્યા હતા, જેમાં એક કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કોવિશિલ્ડના બે કરોડ ડોઝ અને કોવેક્સિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકારને આપવામાં આવશે.

Back to top button