BharuchGujaratSouth Gujarat

ભરૂચ: હોસ્પિટલ ના કોવીડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 15 દર્દીઓ જીવતા ભડથું

મોડી રાત્રે ભરૂચ ની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે 15 દર્દીઓના મોત થઈ ગયા છે અને હજુ આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગી એ સમયે ત્યાં 27 દર્દીઓ આઈ.સી.યુ.માં દાખલ હતા.

એક તરફ કોરોના ના દર્દીઓને ઓક્સિજન અને દવાઓની અછત છે ત્યારે પરિવારજનોએ ભારે મહેનતે દાખલ કર્યા હતા. હવે તેમને આગમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આઇસીયુ સહિતની હોસ્પિટલના અનેક ભાગોમાં આગ ફેલાઇ હતી. હાલમાં દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અગ્નિશામકો અને એમ્બ્યુલન્સ અને સ્થાનિકો તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ને લીધે વીજળી પણ ગુલ થઇ ગઈ હતી જેથી બચાવકાર્યમાં તકલીફ થઇ રહી હતી.

પ્રાથમિક માહિતી મુજબ 15 થી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 10 થી વધુ ફાયર બ્રિગેડ વાહનો આગ બુઝાવવા પહોચ્યા હતા.ભરૂચ માં પણ કોવીડ બેડની ભારે અછત છે ત્યારે ત્યારે આ ઘટનાએ ચિંતા વધારી છે.દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા પણ તંત્ર કામ કરી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના ની હોસ્પિટલોમાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં આવી જ રીતે અનેક દર્દીઓ આગમાં હોમાઈ ગયા છે ત્યારે હજુ પણ હોસ્પિટલોમાં સુરક્ષા ની કોઈ ખાતરી કરાતી નથી.

Back to top button