IndiaNewsUP

ફેસબુક-ટ્વિટર પર ઓક્સિજન સિલિન્ડર અને દવાઓની માંગ કરતી વખતે આ ભૂલ ન કરો,જાણો સમગ્ર માહિતી,

કોરોના મહામારીમાં ઓક્સિજન સિલિન્ડરની માંગ ઝડપથી વધી છે.ફેસબુકથી લઈને ટ્વિટર સુધી કેટલાક લોકો સિલિન્ડરની માંગ કરી રહ્યા છે અને કેટલાક તે માંગને પૂર્ણ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં યુપી પોલીસે ઑક્સિજનના સપ્લાય અંગે અફવા ફેલાવવા બદલ એક વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે.

કોવિડનું નહીં,હાર્ટ એટેકથી મૃત્યુ થયું-શશાંક યાદવ નામના એક ટ્વિટર યુઝરે પોતાના દાદા માટે ઑક્સિજન સિલિન્ડરની અપીલ કરી.જો કે,આ ટ્વીટમાં તેવું કહેવામાં આવ્યું નથી કે તેમના દાદાને કોવિડ-19 સંક્રમિત થયા છે કે નહીં.બાદમાં હાર્ટ એટેકથી દાદાનું અવસાન થયું.

સ્મૃતિ ઈરાનીએ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી-શશાંક યાદવે સોમવારે સાંજે એક SOS મોકલ્યો અને અભિનેતા સોનુ સૂદને ટેગ કર્યા અને મદદ માટે કહ્યું.શશાંક યાદવના મિત્ર અંકિતે મેસેજ શેર કર્યો હતો અને પત્રકાર અરફા ખાનમ શેરવાની જોડે મદદ માંગી હતી.થોડા કલાકો પછી એક ટ્વીટ પોસ્ટ કરી,જેમાં શશાંક યાદવના દાદાની મદદ માંગી.

શેરવાનીએ કેન્દ્રીય પ્રધાન અને અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા હતા.આમાંથી કોઈ મેસેજમાં ઉલ્લેખ નથી કરાયો કે શશાંક યાદવે કોવિડ-19 દર્દી માટે ઓક્સિજન સિલિન્ડર માંગ્યા હતા.આ ટ્વિટ પછી તરત જ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે તેણે શશાંક યાદવને ઘણી વાર ફોન કર્યો પણ ફોન ઉપડ્યો નહીં.

ઈરાનીએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને અમેઠી પોલીસને પણ ફોલોઓન કરવાનું કહેવામાં આવ્યું છે.સ્મૃતિ ઈરાનીએ કહ્યું-મેં ફોન કર્યો-થોડા સમય પછી શશાંક યાદવના દાદાજીનું નિધન થયું.સ્મૃતિ ઈરાનીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે,તમે શેર કરેલા નંબર પર કોઈએ ફોન ઉપાડ્યો નહીં.હું ઈચ્છું છું કે તમે ફોન ઉપાડ્યો હોત સીએમઓ અને અમેઠી પોલીસ તમને મદદ કરોત.

ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી-મંગળવારે બપોરે અમેઠી જિલ્લા મેજિસ્ટ્રેટ અરૂણ કુમારે પત્રકાર અરફા ખાનમ શેરવાની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી અને સીએમઓનો અહેવાલ શેર કર્યો,જેમાં કહેવામાં આવ્યું છે કે શશાંક યાદવના દાદા કોવિડ-19 ના દર્દી નહોતા.પરંતુ તે સાચું છે કે તેમની સારવાર દુર્ગાપુરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

પોલીસ ચેતવણી આપીને ચાલ્યા ગયા-સાંજ પછી પોલીસે શશાંક યાદવના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેમના 88 વર્ષના દાદાને કોરોના નથી.હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું.અમેઠી પોલીસે કહ્યું કે,”આ સમયે તે ફક્ત નિંદાકારક જ નથી,પરંતુ સોશિયલ મીડિયા પર આવા ડર પોસ્ટ કરવું કાયદેસર ગુનો છે.

અમેઠીના પોલીસ અધિક્ષક દિનેશ કુમારે કહ્યું કે શશાંક યાદવને ઓક્સિજનની અછત અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાની જાણ કરવામાં આવી છે.તેમણે કહ્યું કે અમે ચેતવણી આપીને શશાંકને છોડી દીધો છે.પરંતુ જે લોકો મહામારી વચ્ચે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તેમના માટે આ એક ખાસ મેસજ છે.

Back to top button