AhmedabadGujaratMadhya Gujarat

અદાણી ગ્રુપ અમદાવાદમાં શરુ કરશે 1000 બેડની કોવીડ હોસ્પિટલ

હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને બેડ ન મળતા હોવાના અહેવાલોની વચ્ચે અદાણી ગ્રૂપ અમદાવાદની તેની સ્કૂલમાં 1000 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યું છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આ અગાઉ અદાણી ગ્રૂપે દેશભરમાં ઓક્સિજન સપ્લાય કર્યું છે.

શુક્રવારે અદાણી ગ્રુપે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને અદાણી ગ્રૂપે વિદ્યા મંદિર સ્કૂલ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો છે. દર્દીઓ ઉપરાંત તેમને પણ લાભ મળશે જેમના ઘરે આઈસોલેશનમાં રહેવાની જગ્યા નથી.

અદાણી ગ્રુપ કોરોના પોઝિટિવ દર્દીઓને મેડિકલ ઓક્સિજનની સપ્લાય પણ કરી રહ્યું છે. દમણથી મુન્દ્રા બંદરે 80 ટન લીક્વીડ ઓક્સિજનવાળી 4 આઇએસઓ ક્રેઓજેનિક ટાંકીની પ્રથમ માલ મોકલવામાં આવી છે. અદાણી ગ્રૂપ સાઉદી અરેબિયાથી મેડિકલ ગ્રેડ ઓક્સિજનના 5,000 સિલિન્ડર રિઝર્વ કરી રહ્યું છે.

ભારતીય વાયુસેનાએ અદાણી જૂથ સાથે ભાગીદારી કરી છે, જે દુબઈથી લીક્વીડ ઓક્સિજન પરિવહન માટે 12 ક્રાયોજેનિક ટાંકી લાવશે. ભારતીય વાયુ સેના આમાંથી 6 ટાંકીઓ ભારત લાવી રહી છે. નોંધનીય છે કે ભારત સહીત રાજ્યમાં પણ કોરોના ના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે અને ઠેર ઠેર ઓક્સીજન ની અછત સર્જાઈ છે.

Back to top button