BjpIndiaPoliticsUP

માસ્ક ન પહેરનારા ખાસ વાંચજો: ભાજપના ધારાસભ્ય એ કહ્યું હતું કે કોરોના તો જતો રહ્યો, હવે કોરોનાએ જ લીધો જીવ, બેડ પણ ન મળ્યો

કોરોના વિશે બેદરકારી અથવા તેને હલકામાં લેવું જીવલેણ સાબિત થઇ શકે છે. યુપીના બરેલીમાં નવાબગંજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરસિંહ ગંગવારના મૃત્યુના કેસમાં આવું જ થયું છે. 28 એપ્રિલે કેરોન ઇન્ફેક્શનના કારણે કેસરસિંહનું અવસાન થયું હતું. તેમના નિધન બાદ એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયો ત્યારનો છે જ્યારે કેસરસિંહ વિધાનસભા પહોંચ્યા હતા. પત્રકારે ધારાસભ્યને પૂછ્યું કે કોરોનાનો સમય છે અને તમે એક માસ્ક કેમ નથી પહેર્યું. તેના જવાબમાં ધારાસભ્યએ કહ્યું કે માસ્ક? હવે કોરોના જતો રહ્યો છે ક્યાં છે કોરોના.. આટલું કહીને તે મોબાઈલ પર વાત કરતા આગળ જતા રહ્યા હતા.

10 એપ્રિલના રોજ કેસરસિંહ ગંગવારની હાલત અચાનક બગડી ગઈ હતી ત્યારે તેમને બરેલીની રામ મૂર્તિ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારે કહ્યું કે કેસરસિંહ ને 24 કલાક સુધી આઈસીયુ બેડ મળ્યો ન હતો. તેથી તેમને નોઈડાની રીઅલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 2 દિવસ પહેલા કેસરસિંહનું મોત નીપજ્યું હતું.

ધારાસભ્યના પુત્ર વિશાલ ગંગવારે પણ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે યુપી સરકાર પોતાના ધારાસભ્યની સારવાર કરવામાં પણ અસમર્થ છે. વિશાલે કહ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાં વારંવાર ફોન કર્યા પછી પણ કોઈ ફોન ઉપાડતું નથી.ચેપ લાગ્યાં પછી કેસરસિંહે 18 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે બરેલીની શ્રી રામ મૂર્તિ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ડોકટરો સઘન ઉપચાર અને પ્લાઝ્મા ઉપચારની ભલામણ કરે છે. આવી સ્થિતિમાં તેમને તાત્કાલિક દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં બેડ અપાવો, પણ તેમને બેડ મળ્યો ન હતો.જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના કોરોનાથી અત્યાર સુધીમાં ભાજપના 3 ધારાસભ્યો અને 2 મંત્રીઓનાં મોત નીપજ્યાં છે.

Back to top button