CrimeGujaratSouth GujaratSurat

રેમડેસીવીર ની કાળાબજારી કરનાર 2 ડોક્ટરને સુરત કોર્ટે એવી સજા આપી કે કાયમ યાદ રાખશે

હાલમાં દેશ સહીત રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શન ની છત સર્જાઈ છે ત્યારે કેટલાક લોકો પૈસાની લાલચમાં હજારો રૂપિયામાં ઇન્જેક્શન ની કાળાબજારી કરતા હોય છે. હવે પોલીસ આવા લોકોને પકડીને કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરતમાં પણ આવા કાળાબજારીયા ઝડપાયા હતા. સુરત કોર્ટે ઈંજેકશન ની કાળાબજાર કરનારા ૨ ડોકટરો સામે એવી કાર્યવાહી કરી છે કે અન્ય લોકો પણ આવું કામ કરતા ડરશે.

ડો.હિતેશ ડાભી અને ડો.સાહિલ ગોઘારીને 15 દિવસ સુરત હોસ્પિટલમાં કામ કરવાનો આદેશ અપાયો છે. જેને પગલે બંને ડોકટરો સિવિલમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ અમે 15 દિવસ સેવા આપીશું અને જરૂર પડે તો વધુ દિવસ સેવા આપીશું.

કોરોના સંક્રમણ દરમ્યાન જીવનરક્ષક ગણાતા ઈંજેક્શન ની કાળાબજારી કરતા ઝડપાયેલા ડો. હિતેશ ડાભી અને ડો.સાહિલ ગોઘારીની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી. સર્વોચ્ચ અદાલતે બન્ને ને જેલ મોકલવાને બદલે સુરત હોસ્પિટલમાં કામ કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોસ્પીટલમાં આમ પણ ડોક્ટરોની અછત છે ત્યારે કોર્ટે બન્ને ને ૧૫ દિવસ કામ કરવાનો આદેશ આપતા કાળાબજારીઓમાં પણ ડર ચોક્કસ થી હશે.

આ ઉપરાંત કોર્ટે નવી સિવિલ હોસ્પિટલના સીએમને જાણ કરી કે આ બંને ડોકટરો ને તમે જે ઈચ્છો તે કામ આપી શકો છો. તેઓએ 15 દિવસ સુધી હાજરી પણ નોંધાવવી પડશે અને 15 દિવસ દરમિયાન કરેલા કામનો રીપોર્ટ કોર્ટમાં આપવો પડશે.આરટીઇ કોર્ટે બંને આરોપી તબીબોને કેટલીક મહત્વપૂર્ણ શરતો સાથે 15,000 રૂપિયાના બોન્ડ જમા કરાવવા આદેશ આપ્યો છે.

Back to top button