Corona VirusIndiaNewsUP

સુહાગરાત વખતે જ તાવ આવ્યો: લગ્ન ના 72 જ કલાકમાં વરરાજા નું કોરોનાથી મોત

યુપીના બિજનોરમાં કોરોનાએ 72 કલાકમાં દુલ્હનની ખુશી છીનવી લીધી. કોરોનાને લીધે 2 જ દિવસ પછી વરરાજા નું મોત થઇ ગયું. તે લગ્ન ની રાત્રે જ તાવના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રીજા દિવસે સારવાર દરમિયાન અર્જુનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

બિજ્નોર શહેરના મહોલ્લા જાટાન નો રહેવાસી અર્જુન ના 25 મે એપ્રિલના રોજ ચાંદપુરના સીવા નગરની રહેવાસી બબલી સાથે લગ્ન થયા હતા. 25 મીએ અર્જુનની જાન વાજતે ગાજતે ગઈ હતી અને લગ્ન થયા હતા. પણ લગ્ન બાદ તરત જ તેની તબિયત બગડી હતી અને સાંજે દુલ્હન ની વિદાય પણ થઇ ગઈ હતી.

સાસરે પહોચતા તેમનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જો કે સુહાગરાતના સમયે જ અર્જુન ને તાવ આવ્યો હતો અને તબિયત વધુ ખરાબ થવા લાગી હતી.તબિયત વધુ બગડતા વરરાજા અર્જુનને તાત્કાલિક જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વરરાજાને જિલ્લા હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરાયો હતો પરંતુ તેની તબિયતમાં સુધારો થયો ન હતો અને સ્થિતિ વધુ બગડી હતી.પડોશીઓના જણાવ્યા અનુસાર, વરરાજા અર્જુનનું 29 એપ્રિલના રોજ સવારે હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. વરરાજાના મોત ના સમાચાર મળતાની સાથે જ છોકરા અને છોકરી બન્ને પક્ષમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

હાલ કોરોનાથી વરરાજાના મોત બાદ બંને પરિવારોમાં શોકનું વાતાવરણ છે. કોઈ પણ કંઈ કહેવા તૈયાર નથી, સંબંધીઓ ની પણ વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે કે તેઓ પણ પોઝીટીવ છે કે કેમ.દરેક ના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Back to top button