Ajab GajabInternational

આ અબજોપતિ શખ્સે 4 હજાર મહિલાઓ સાથે સૂવાનો કર્યો આ મોટો દાવો,પત્નીએ કંટાળીને છેવટે કર્યું એવું કે,

જાપાનના અબજોપતિ ઉદ્યોગપતિની યુવાન પત્નીની ધરપકડ કરવામાં આવી છે.25 વર્ષીય સાકી સુડો પર તેના 77 વર્ષીય પતિ ‘ડોન જુઆન’ની હત્યા કરવાનો આરોપ છે.અહેવાલો અનુસાર,મહિલાએ લગ્ન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ ડોન જુઆનને ઝેર આપીને તેની હત્યા કરી હતી.ડોન જુઆન ઉર્ફે કોસુકે નોજાકી જાપાનના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિ માનવામાં આવે છે.

નોજાકીનો સ્થાવર મિલકત અને દારૂનો ધંધો હતો.તે ત્રણ વર્ષ પહેલા મે મહિનામાં મૃત્યુ પામ્યા હતા અને તેમના શરીરમાંથી ખતરનાક દવાઓ બહાર આવી હતી.અહેવાલ મુજબ તે મૃત્યુ પામ્યા પહેલા પત્ની સાથે હાજર હતા.વર્ષ 2016 માં જ્યારે તેમણે આત્મકથા પ્રકાશિત કરી ત્યારે નોજાકી પહેલી વાર ચર્ચામાં આવી.

આ આત્મકથામાં તેમણે દાવો કર્યો છે કે તેમણે 4 હજાર મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા છે અને આ મહિલાઓને કરોડો કરોડો રૂપિયા આપ્યા છે.ડોન જુઆન પોતાને એક સ્પેનિશ પ્લેબોય તરીકે જોતો.નોજાકી વાકાયામામાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે આ કેસની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તેઓનું મોત ઝેર દ્વારા થયું છે અને આ આત્મહત્યાનો કેસ નથી.પોલીસે કહ્યું કે મોત પહેલા નોજાકી તેમની સાથે ડિનર લઈ રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ સુડોએ ઝેરી દવાઓની સંશોધન ઇન્ટરનેટ પર કરી હતી અને તે તેના પતિને આપી હતી.

આ કિસ્સામાં,પોલીસ કહે છે કે હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ મહિલાએ કેમ તેના પતિની હત્યા કરી હતી,પરંતુ આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે નોજાકીએ તેની ઇચ્છામાં કહ્યું હતું કે તે શહેરમાં તેમની 1.3 બિલિયન યુઆનની સંપત્તિ શહેરની તરક્કી માટે દાન કરવા માંગે છે.

નોજાકીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે તેમના પૈસા કમાવવાનો એક મહત્વપૂર્ણ હેતુ તે છે કે તે આકર્ષક મહિલાઓને ડેટ કરવા માંગે છે.તેમના નાણાં કમાવવા માટે આ એક મોટી પ્રેરણા હતી.અહેવાલો અનુસાર,નોજાકીએ સપોરોના રહેવાસી સુડોને પૂછ્યું હતું કે શું તે તેના જીવનની છેલ્લી સ્ત્રી બનવાનું પસંદ કરશે ?

સ્થાનિક મીડિયા અનુસાર સુડો આ સંબંધ માટે સંમત હતો પરંતુ તેણે પોતાના ઘરે આ કહ્યું નહીં.તેમણે નોજાકી સાથેનો સંબંધ તેમના પરિવારના સભ્યોથી છુપાવ્યો હતો અને તે તેમના પરિવારને કહેતી હતી કે સ્ટોક ટ્રેડિંગની મદદથી તે ખૂબ પૈસા કમાય છે.

Back to top button