IndiaInternationalPolitics

સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીના CEO આદર પૂનાવાલા લંડન જતા રહ્યા, કહ્યું કે ભારતમાં કેટલાય CM અને બીઝનેસમેને ધમકી આપી, હવે ભારતની બહાર જ રસી બનાવશે

ભારત ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ના સીઈઓ આદર પૂનાવાલાને ધમકીભર્યા કોલ્સ આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.CEO હાલ ભારત છોડીને લંડન જતા રહ્યા છે. પૂનાવાલાએ લંડનમાં ટાઇમ્સ યુકેને આપેલા એક ઇન્ટરવ્યુંમાં આરોપ લગાવ્યો હતો કે ભારતના શક્તિશાળી નેતાઓ અને ઉદ્યોગપતિઓ તેમને ફોન પર ધમકી આપી રહ્યા છે. તેમાંના કેટલાકમાં મુખ્યપ્રધાનનો પણ સમાવેશ થાય છે. બધાની માંગ છે કે કોવિશિલ્ડ રસીના ડોઝનો તાત્કાલિક સપ્લાય કરવામાં આવે.

પૂનાવાલાને બુધવારે વાય કેટેગરીની સુરક્ષા મળી હતી. કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે ધમકીને ધ્યાનમાં રાખીને પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવી છે. હવે 11 સુરક્ષા જવાનો, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના 4-5 કમાન્ડો સાથે, દરેક સમયે પૂનાવાલા સાથે રહેશે. તેમને આ સુરક્ષા કવર આખા દેશમાં મળશે.

ફોન કોલ નો ઉલ્લેખ કરતાં પૂનાવાલાએ કહ્યું કે આ રીતે લોકોને ધમકાવવું એ સમજણની બહાર છે. મારા ઉપર રસી સપ્લાય કરવા પર ભારે દબાણ છે. એવી અપેક્ષા નહોતી કે લોકો આટલી અપેક્ષા રાખશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ પ્રથમ રસી મેળવે. તેઓને લાગે છે કે તેમની પહેલા બીજા કોઈએ રસી ન લેવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, ફોન કરનારાઓ કહે છે કે જો અમે તેમને રસી ન આપીશું તો સારું નહીં થાય. આ વાત કરવાની રીત નથી, તે સીધો ખતરો છે. તેઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો હું તેઓની વાત ન માનું તો કઈ પણ થઇ શકે. તેમણે કહ્યું કે આ ઘટનાઓને કારણે અમે અમારું કામ બરાબર કરી શકતા નથી.

પૂનાવાલા હાલમાં લંડનમાં છે. બ્રિટનમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા પહેલા તેઓ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે મેં અહીં લાંબા સમય સુધી રહેવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં મારે ભારત પાછા જવું નથી. બધું મારા ખભા પર મૂકવામાં આવ્યું છે, પરંતુ હું આ બધું એકલું કરી શકતો નથી.

પૂનાવાલાએ કહ્યું કે મારે એવી સ્થિતિમાં ફસાવું કે જ્યાં હું સરખું કામ કરતો હોવા છતાં મને આવી ધમકીઓ મળી રહી હોય. તેની કેટલીક વ્યવસાયિક યોજનાઓ પણ લંડન આવવાનું કારણ છે. તેઓ ભારતની બહાર પણ રસી ઉત્પાદન કરવા માંગે છે. તેમાં યુકેનો સમાવેશ પણ થઈ શકે છે. થોડા દિવસોમાં તેઓ તે દેશોના નામ જાહેર કરશે.

Back to top button