Corona VirusIndiaNews

ભારતમાં 24 કલાકમાં કોરોના ના રેકોર્ડબ્રેક 4 લાખથી વધુ કેસ નોંધાયા, આ આંકડો અમેરિકા કરતા પણ વધુ

દેશમાં કોરોના ચેપની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. દેશમાં કોરોના સમયગાળાની શરૂઆતથી જોઈએ તો ગઈકાલે છેલ્લા 24 કલાકમાં બધા રેકોર્ડ તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના ના 4 લાખથી વધુ કેસ નોંધાયા છે, સક્રિય કેસની સંખ્યા 32 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 4 લાખ 1 હજાર 993 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 3523 લોકો મૃત્યુ પામ્યા છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા નવા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના ચેપના કુલ કેસ 1 કરોડ 91 લાખ 64 હજાર 969 પર પહોંચી ગયા છે, જેમાંથી 2 લાખ 11 હજાર 853 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 56 લાખ 84 હજાર 406 દર્દીઓએ કોરોના રોગને હરાવી છે, જ્યારે હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 32 લાખ 68 હજાર 710 છે.

રસીકરણ અભિયાનની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 લાખ 44 હજાર 485 લોકોને રસી આપવામાં આવી છે, જેના પછી અત્યાર સુધીમાં કુલ રસીકરણ ની સંખ્યા વધીને 15,49,89,635 થઈ ગઈ છે.ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે.

Back to top button