GujaratMehsanaNorth Gujarat

મહેસાણા ના બ્રાહ્મણ પરિવાર પર આભ ફાટ્યું: સગા ભાઈ-બહેન નું કોરોનાથી મોત, લગ્નના દિવસે જ ભાઈએ અંતિમશ્વાસ લીધા

હાલ ગુજરાત સહીત દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક ઓરીવારો વિખેરાઈ ગયા છે. ગુજરાતમાં પણ મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામ ના એક બ્રાહ્મણ પરિવારમાં સગા ભાઈ-બહેનના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.બ્રાહ્મણ પરિવાર ઉપર કોરોના નું ગ્રહણ લાગતા સગા ભાઈ-બહેને જીવ ગુમાવ્યો.

મૃતક જય દવેના લગ્ન રવિવારે યોજાવાના હતા પણ રવિવારે જ મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તો ભાઈના લગ્નમાં સામેલ થવા બધી તૈયારીઓ કરી ચૂકેલી બહેન પૂજા પણ દુનિયા છોડીને ચાલી ગઈ. જે ઘરમાં લગ્ન ને લીધે ખુશીઓનો માહોલ હતો ત્યાં અચાનક માતમ છવાઈ ગયો.

પહેલા પુત્રી પૂજા નું અવસાન થયું હતું, એક તરફ તેમની પુત્રીના મોતથી પરિવાર શોકમાં હતો ત્યાં બીજી તરફ જયને સારવાર માટે અમદાવાદ થી મહેસાણા ની હોસ્પિટલમાં રિફર કરાયો હતો. રવિવારની મોડી રાત્રે જયની તબિયત વધુ લથડી હતી અને 4 વાગ્યે તેણે પણ દુનિયા છોડી દીધી હતી.

જય દવેના પિતરાઇ ભાઇ એ જણાવ્યું કે, જયના લગ્ન મહેસાણા પરાના સરદાર હોલમાં 25 એપ્રિલ રવિવારે હિમાની નામની યુવતી સાથે થવાના હતા. કંકોત્રી વહેચાઈ ગઈ હતી અને તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઈ હતી પરંતુ અચાનક આ બધું બદલાઈ ગયું. બંને ભાઈ-બહેનને 15 એપ્રિલે કોરોના ને લઈને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જેમાં બહેનનું 21 એપ્રિલે અને ભાઈ નું ૨૬ એપ્રિલે અવસાન થયું હતું.

ભાઈ બહેન બંને ને કોરોના નો ચેપ લાગ્યો હતો. બહેન અમદાવાદની હોસ્પીટલમાં દાખલ હતી પણ તબિયત વધુ બગડતા વેન્ટીલેટર ની જરૂર પડતા ભાવનગર ની હોસ્પીટલમાં લઇ જવાઈ હતી. જ્યાં ૨૧ એપ્રિલે તેનું અવસાન થયું હતું. આ વાતની જાણ ભાઈ જય ને કરાઈ નહોતી, ૫ દિવસ બાદ જય નું પણ અવસાન થયું હતું.

Back to top button