IndiaMaharashtra

વોર્ડમાં કોરોના દર્દીનો મૃતદેહ 20 કલાક પડી રહ્યો અને બાજુમાં જ બે મહિલા…

કોરોના મહામારીમાં દરેક રાજ્યોમાં સરકારની બેદરકારી સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી કોરોના દર્દી નું મોત થઇ ગયા બાદ 20 કલાક મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો.તેનો મૃતદેહ કાળા પ્લાસ્ટિકમાં લપેટાયો હતો, પરંતુ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી લાશ વોર્ડમાં જ રહી હતી.

ડરામણી વાત એ છે કે તેની એકદમ બાજુમાં જ ૨ મહિલાઓની સારવાર કરવામાં આવી હતી.જ્યારે કોરોના દર્દી મહિલાના પરિવારજનોએ અવાજ ઉઠાવ્યો ત્યારે લાશને ત્યાંથી ખસેડવામાં આવી હતી. બંને મહિલાઓએ મૃતદેહ ની બાજુમાં જ સારવાર લીધી હતી.મહિલાઓએ ઓક્સીજન અપાઈ રહ્યું હતું. ત્યાં ડોક્ટર, નર્સ પણ આવ્યા હતા છતાં કોઈએ મૃતદેહ હટાવવાની કોશિશ કરી ન હતી.

જ્યારે કેટલાક લોકો બહારથી આવ્યા અને મહિલાઓને પૂછ્યું તો મહિલાઓ ડરી ગઈ હતી. મહિલાઓએ કહ્યું કે અમે ખાધું પણ નથી અહી ગંધ આવી રહી છે. કાલ રાતથી જ અમારી બાજુમાં જ ડેડબોડી પડી છે. બહુ બીક લાગે છે.

જણાવી દઈએ કે એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા 22 દર્દીઓના મૃતદેહને કબ્રસ્તાનમાં લઈ જવાનો મામલો 4 દિવસ પહેલા બીડ જિલ્લામાં સામે આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ગુસ્સો હતો. લોકોના રોષને શાંત કરવા બીડ જિલ્લા વહીવટીતંત્રે તેની એક ટીમને 220 કિમી દૂર અંબાજોગાઇ ગામમાં મોકલવી પડી હતી.

Back to top button