Ajab GajabInternational

અહી 21 વર્ષીય મહિલાએ 6 કિલો વજનવાળી બાળકીને જન્મ આપ્યો,જાણીને હેરાન થઈ જશો,

બ્રિટનમાં એક 21 વર્ષીય મહિલાએ બાળકને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલાના પેટમાંથી જન્મેલા બાળકનું વજન આશરે છ કિલો છે.ઓછી ઉંમરની યુવતી દ્વારા આટલું વજન ધરાવતા બાળકના જન્મથી ડોક્ટરો પણ હેરાન થયા.ખરેખર,આ વાત બ્રિટેનના ઑક્સફોર્ડશાયર સ્થિતની છે.

અહીં એમ્બર કમ્બરલેન્ડ નામની મહિલાને જ્યારે દુખાવો થયો તો,નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યારે ડોકટરોએ અંબરને જોઇ,ત્યારે તેમને લાગ્યું કે જુડવા બાળક જન્મ લેશે.પરંતુ અહીં ડોકટરો ખોટા સાબિત થયા.એક અહેવાલ મુજબ,એમ્બર કમ્બરલેન્ડે એક બાળકીને જન્મ આપ્યો,જેનું વજન લગભગ છ કિલોગ્રામ હતું.

એમ્બરે 13 એપ્રિલે તેમની પુત્રીને જન્મ આપ્યો અને તેનું નામ એમિલિયા રાખ્યું.જણાવી દઈએ કે એમિલિયાને ગર્ભાવસ્થા દરમિયાન તેના માતાપિતાને આશ્ચર્યચકિત કર્યા હતા.એમ્બરના જણાવ્યા અનુસાર,ગર્ભાવસ્થા દરમિયાન રૂટિન તપાસ કરનારા ડોક્ટરને ઉમ્મીદ કરી હતી કે જુડવા બાળકો જન્મ લેશે.તેમણે કહ્યું કે તે પેટમાં એટલું મોટું હતું કે કોઈ પણ એવું જ વિચારી રહ્યુ હતું.

જો કે,અમે તેને અલ્ટ્રાસાઉન્ડ પર પણ જોઈ શકતા હતા.જણાવી દઈએ કે એમ્બર કમ્બરલેન્ડ બીજી સૌથી વજનદાર બાળકીને જન્મ આપ્યો છે.વર્ષ 2012 ની શરૂઆતમાં,બ્રિટનમાં એક ખૂબ વજનવાળી બાળકીનો જન્મ થયો હતો.તે છોકરીનું વજન લગભગ સાડા છ કિલો હતું.

Back to top button