Corona VirusIndiaNewsRajasthan

હોસ્પિટલમાં દાખલ કરવા માટે ભાઈ આજીજી કરતો રહ્યો, ઓક્સિજન ન મળવાથી બહેન નું બહાર જ થયું મોત

એક ભાઈની સામે જ બહેન નો જીવ જાય તેનાથી મોટું દુખ કોઈ ન હોય શકે. આ ભાઈએ કોઈપણ રીતે તેની બહેનનો જીવ બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. તે પોતાની બીમાર બહેન ને રીક્ષામાં બેસાડીને જયપુર ની અનેક હોસ્પિટલોની ચક્કર લગાવતો રહ્યો. પરંતુ દરેક જગ્યાએથી એક જ જવાબ હતો કે બેડ ખાલી નથી. ઓક્સિજન પણ નથી.

બહેનનો શ્વાસ ફુલાઈ રહ્યો હતો, ઓક્સીજન માટે તડપી રહી હતી. જે તેના માટે જીવનરેખા બની શકે છે. જેમ તેમ કરીને ભાઈ બહેન ને લઈને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેને અંદર જવા દીધો નહીં. અર્ધબેભાન હાલતમાં મહિલા આજીજી કરી રહી કે કોઈ તો ઓક્સીજન આપો. આમ છતાં હોસ્પીટલના કોઈ માણસે સામે પણ જોયું નહી અને મહિલાનું ત્યાં જ બહાર મોત થઇ ગયું.

ભાઈ એ પોતાની સામે જ બહેન નું મોત થતું જોવું પડ્યું હતું. જો હોસ્પિટલના લોકોએ તેની બહેનને દાખલ કરી હોત અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોત, તો ભાઈને આ વાતનો અફસોસ હોત નહીં કે તેણે તેની બહેનનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. હોસ્પિટલની બહાર પહોંચ્યા પછી પણ તેની બહેનને સારવાર મળી ન હતી, ઓક્સિજન આપવામાં આવ્યું ન હતું.

ભાઈએ દુખી થઈને કહ્યું, સીએમ સાહેબ તમે ક્યા છો? આરોગ્યપ્રધાન ક્યાં ગયા છે અને રાજ્યના ડોકટરોની સંવેદના ક્યાં ગઈ છે. જેણે મહિલાને આ રીતે તડપતા છોડી દીધી જેને બે નાના બાળકો પણ છે, હવે તેમનું શું થશે? તેઓ કોની સાથે જીવન વિતાવશે?

Back to top button