Corona VirusIndiaNews

ભારતમાં 24 કલાકમાં કોરોના ના 3,92,000 થી વધુ કેસ નોંધાયા,3689 દર્દીઓના મોત

દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 3,92,488 કેસ નોંધાયા છે. ભારતમાં કુલ કેસનો આંકડો વધીને 1,95,57,457 થયો છે. શનિવારે દેશમાં કોરોના ના કારણે 3,689 લોકોના મોત પછી મૃત્યુઆંક પણ વધીને 2,15,542 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં સક્રિય કેસ ની સંખ્યા 33,49,644 છે.રીકવરી દર પણ 81.77 ટકા પર આવી ગયો છે.

સરકારી આંકડા મુજબ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,59,92,271 થઈ છે, જ્યારે મૃત્યુ દર પણ 1.10 ટકા પર આવી ગયો છે. સવારના આઠ વાગ્યા સુધી આ આંકડા મુજબ દેશમાં હજી પણ કોરોના વાયરસના ચેપ માટે સારવાર આપવામાં આવતા લોકોની સંખ્યા 33 લાખને વટાવી ગઈ છે.

7 ઓગસ્ટે ભારતમાં કોરોના ના કુલ કેસ નો આંકડો 20 લાખને વટાવી ગયો હતો. આ પછી આ આંકડો 23 ઓગસ્ટે વધીને 30 લાખ થઈ ગયો હતો. 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ. 28 સપ્ટેમ્બરના રોજ દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ અને 29 ઓક્ટોબરે ૮૦ લાખ હતી. આ પછી 20 નવેમ્બરના રોજ આ આંકડો 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. 19 એપ્રિલના રોજ દેશમાં આંકડો 1.5 કરોડ ને પાર કરી ગયો.

Back to top button