BiharIndia

વરરાજા અને કન્યાએ ડંડા ની મદદથી વરમાળા પહેરાવી, આવું કરવાનું ફાયદો તો રામ જાણે

છેલ્લા એક વર્ષથી કોરોના ના કારણે લગ્નો માં ઉજવણી થતી નથી અને લોકો સાદાઈ થી જ લગ્ન કરી રહ્યા છે. ત્યારે અમુક લોકો અવનવા પેંતરા પણ કરતા હોય છે. તાજેતરમાં PPE કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે હવે બિહારના બેગુસરાયમાં પણ એક લગ્ન ચર્ચામ આવ્યા છે.

આ લગ્નમાં સામાજિક અંતર રખાયું હોવાનું કહેવાય છે. સરકારના નિયમ મુજબ લગ્નમાં સામાજિક અંતર રાખવું ફરજીયાત છે પણ અહી તો વરમાળા પહેરાવવા પણ અંતર રખાયું છે. વરરાજાએ કહ્યું કે આ લગ્ન તેમના માટે યાદગાર રહેશે ખાસ કરીને ડંડા થી વરમાળા પહેરાવવી હમેશા યાદ રહેશે.

પરિવારના જણાવ્યા મુજબ આ લગ્નમાં 50 થી ઓછા લોકો હાજર હતા અને આ લગ્ન સમારોહ સંપૂર્ણ નિયમો સાથેની સત્તાવાર માર્ગદર્શિકાને અનુસરીને પૂર્ણ કરવામાં આવ્યા હતા. વરરાજા અને કન્યાએ પણ સામાજિક અંતર રાખ્યું હતું. બંને એ દુરથી જ વરમાળા પહેરાવી હતી.લગ્નમાં ભાગ લેનારાઓ પણ વર-કન્યાનાં વખાણ કરી રહ્યા છે.

કોરોનાકાળ માં લગ્ન ની રીત બદલાઈ ગઈ છે.ખુબ જ માર્યાદિત મહેમાનો વચ્ચે લગ્નો યોજાઈ રહ્યા છે. મહેમાનોનું ફૂલોને બદલે માસ્ક અને સેનિટાઇઝરથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.ત્યારે કેટલાક લોકો આવા નવા અખતરા પણ કરતા જોવા મળે છે.

Back to top button