GujaratSouth GujaratSurat

85,000 રૂપિયા માટે હોસ્પિટલે કોરોના દર્દી નો મૃતદેહ રાત્રે 1 વાગ્યે રોડ પર ફેંકી દીધો, પછી આવી હકીકત સામે આવી

સુરતના પાંડેસરાની એક ખાનગી હોસ્પિટલે શુક્રવારે રાત્રે 1 વાગ્યે બહાર રોડ પર કોરોના દર્દીની લાશને છોડી દીધી હતી. આ અંગે પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલોના લોકોએ 85000 રૂપિયાનું બિલ માંગ્યું હતું અને કહ્યું હતું કે ત્યાં સુધી મૃતક પ્રમાણપત્ર નહીં આપે જ્યાં સુધી બીલ ભરાશે નહીં.

સવાર સુધી હંગામો ચાલુ રહ્યો. સવારે પોલીસ આવી અને સમાધાન થયું હતું. ત્યારબાદ બપોરે 12 વાગ્યે પરિવારજનો ને ડેથ સર્ટિફિકેટ આપ્યું હતું. મૃતક ભગવાન નાયકના પુત્ર ચંદ્રમોહને જણાવ્યું કે તેના પિતાને 12 દિવસ પહેલા પ્રિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે હોસ્પિટલમાં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. પિતાને પહેલા ન્યુમોનિયાની ફરિયાદ નોંધાઈ હતી. જો 8 દિવસ પછી ફરીથી જાણ કરવામાં આવી ત્યારે ફેફસામાં ૩૦ થી ૪૦ ટકા અસર હતી.

કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. 12 દિવસની સારવાર બાદ શુક્રવારે રાત્રે પિતાનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં 85000 રૂપિયાનું બિલ હતું. અમે કહ્યું હતું કે અમે પૈસાની ઝડપથી વ્યવસ્થા કરી આપીશું. હોસ્પીટલે અમારી વાત ન સાંભળી અને રાત્રે ૧ વાગ્યે મૃતદેહ બહાર ફેંકી દીધો.

મૃતકના પુત્ર ચંદ્ર મોહને જણાવ્યું હતું કે, હોસ્પિટલોના લોકોએ કહ્યા વગર મૃતદેહ ને બહાર ફેકી દીધો હતો. હોસ્પિટલના ચાર લોકોએ બપોરે 1:09 વાગ્યે મૃતદેહને બહાર કાઢ્યો હતો.સવારે પપ્પા ના મૃતદેહ પરથી કપડું હટાવ્યું તો ખબર પડી એ માથામાંથી લોહી વહી રહ્યું છે અને કોઈક વસ્તુ માથામાં વાગેલી છે.

ચંદ્રમોહને જણાવ્યું કે તેના પિતા લૂમ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા. લગભગ 12 દિવસ પહેલા અચાનક તેમની તબિયત લથડતી હતી. ત્યારબાદ તે નજીકના ડોક્ટર પાસે ગયા પણ વધુ સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કર્યા હતા.પ્રિયા જનરલ હોસ્પિટલના ડો.જીતુ પટેલે જણાવ્યું કે, 18 એપ્રિલે દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. તે ગુરુવાર સુધી સ્થિર હતા. પરિવાર પાસે ઈન્જેક્શન લેવા પૈસા નહોતા. મેં ઇંજેક્શન માટે ગણેશ મેડિકલમાંથી ચૂકવણી કરી. જો કે શુક્રવારે સાંજે દર્દીનું મોત નીપજ્યું હતું.

Back to top button