BollywoodCorona VirusIndiaNews

બોલિવુડના દિગ્ગજ એવા ધર્મેન્દ્ર-હેમા માલિની છેલ્લા 1 વર્ષથી એકબીજાને મળ્યા નથી,આ પાછળનું કારણ જાણીને સૌ કોઈ હેરાન,

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા એક વર્ષથી મુંબઇથી દૂર પોતાના ફાર્મહાઉસમાં એકલા રહેતા હતા.આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો ઉભા થવા લાગ્યા કે છેલ્લે હેમા માલિની અને ધમેન્દ્ર વચ્ચે શું થયું કે તે બંને એક બીજાથી દૂર થઈ ગયા.હવે હેમા માલિનીએ એ રહસ્યનો પર્દાફાશ કર્યો છે કે બંને વચ્ચે બન્યું એવું કે બંનેને અલગ-અલગ થવું હતું.

સ્પોટબોયને આપેલી મુલાકાતમાં હેમાએ કહ્યું કે કોરોના વાયરસને કારણે બંને વચ્ચે અંતર આવી ગયું છે.હેમા માલિનીએ કહ્યું કે,જેમ જેમ કોરોના વાયરસનું જોખમ વધ્યું છે,તેમ ધર્મેન્દ્ર મુંબઇની બહારના ફાર્મહાઉસમાં રહેવા ગયા.હેમાએ કહ્યું,’આ તેમની સલામતી માટે સારું છે.અત્યારે અમે સાથે રહેવા કરતાં તેમના સ્વાસ્થ્ય વિશે વધુ વિચારીએ છીએ.

આપણે બધા આ ખરાબ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ.જો આપણે સંસ્કૃતિને બચાવવા માંગતા હોય,તો આપણે મજબુત હોવા જોઈએ,ભલે તેનો મતલબ મોટુ બલિદાન આપવું પડે’.થોડા દિવસો પહેલા ધર્મેન્દ્રને કોરોના રસી લીધી.તેમણે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે.આ વીડિયોમાં તે કોરોના રસીનો ડોઝ લેતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન તે કહે છે,’જો લોકડાઉનને લોકડાઉન કરવું હોય તો બે ગજનું અંતર હોય અને માસ્ક જરૂરી છે.બાળકોને પણ તેની જરૂર છે અને તેઓને પણ આપવી જોઈએ.’એપ્રિલના પહેલા અઠવાડિયામાં,એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં,તેમણે કહ્યું કે તેમને રસીની કોઈ આડઅસર નથી.તાવ પણ આવ્યો ન હતો.તેમણે કહ્યું હતું કે,”હું ઇચ્છું છું કે દરેકને ખબર પડે કે રસી સંપૂર્ણપણે સલામત છે.”તેથી આશંકાઓને બાજુ પર રાખો અને રસી શક્ય તેટલી વહેલી તકે લો.

Back to top button