GujarathealthIndiaInternational

કોરોના નું ભારતીય સ્ટ્રેઈન કેટલું ખતરનાક છે, શું એજ ભારતમાં તબાહી મચાવી રહ્યું છે?

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશની રાજધાની દિલ્હી હોય કે મહાનગર મુંબઈ, દરેક જગ્યાએ આઇસીયુ બેડ, ઓક્સિજન અને દવાઓનો અભાવ હોવાને કારણે પરિસ્થિતિ બેકાબૂ છે. હવે વૈજ્ઞાનિકો દેશમાં અચાનક વધી રહેલા કેસોનો અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને નવા કોરોના સ્ટ્રેઈન વિશે તપાસ કરી રહ્યા છે જેના કારણે ભારતની આ હાલત થઇ છે.

કોરોનાના આ નવા વેરિઅન્ટનું નામ બી.1.617 કહેવામાં આવી રહ્યું છે. ભારત સહિત આ વેરિએન્ટ જર્મની, બેલ્જિયમ, યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, સિંગાપોર અને ફીજી જેવા લગભગ 17 દેશોમાં જોવા મળ્યું છે, જે પછી વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચાલો તમને જણાવીએ કે આ નવું વેરિઅન્ટ શું છે અને તે કોરોનાના સામાન્ય સ્ટ્રેઈન થી કેવી રીતે અલગ છે.

બી.1.617 સ્ટ્રેઈન વાયરસના બાહ્ય સ્પાઇક ભાગમાં બે પ્રકારનાં પરિવર્તન જોવા મળે છે, જેને E484Q અને L452R કહેવામાં આવે છે. આ બંને કોરોનાના અન્ય ઘણા પ્રકારોમાં પણ ભિન્ન છે. પરંતુ કોઈ વેરિયન્ટમાં પહેલીવાર આ બંને પરિવર્તન એક સાથે જોવા મળ્યાં છે. વાઇરોલોજિસ્ટ શાહિદ જમીલે ન્યૂઝ ચેનલ એબીસીને જણાવ્યું હતું કે વાયરસના સ્પાઇક પ્રોટીનના ચોક્કસ ભાગમાં ડબલ પરિવર્તન જોખમ વધારે છે.

તે રોગપ્રતિકારક શક્તિ થી વાયરસને બચાવવામાં પણ મદદ કરે છે. સ્પાઇક પ્રોટીન એ વાયરસનો મુખ્ય ભાગ છે જેની મદદથી તે માનવ કોષોમાં પ્રવેશે છે. ડબ્લ્યુએચઓએ કેટલાક અન્ય સ્ટ્રેઈન સાથે ‘વેરીએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે નોંધણી કરી છે. જે યુનાઇટેડ કિંગડમ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પ્રથમ વખત મળ્યા છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે શું આ વેરિએન્ટ ભારતમાં આજની સ્થિતિ માટે જવાબદાર છે? તે કહેવું ખૂબ જ વહેલું છે ડબ્લ્યુએચઓ કહે છે કે આ અંગે તાકીદે અભ્યાસની જરૂર છે. તે સમજવું મુશ્કેલ છે કારણ કે યુકેમાં સૌથી પહેલા મળી આવેલું ખૂબ જ ચેપી બી.117 વેરીએન્ટ ભારતના ભાગોમાં પણ જોવા મળ્યું છે.

જો કે આ ભારતીય વેરીએન્ટ ના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે ભારતનું સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. યુનીવર્સીટી ઓફ વોશિંગટન ના ક્રીસ મુર્રે એ કહ્યું કે ભારતમાં આટલા ટૂંકા સમયમાં ચેપનો આટલો દર બતાવે છે કે ‘એસ્કેપ વેરિયન્ટ’ કેટલા ઝડપથી ત્યાંના લોકોને અસર કરી શકે છે. તેમણે કહ્યું કે આ બી.1.617 વેરીએન્ટ હોવાની સંભાવના ઘણી વધારે છે.

Tags
Back to top button