Corona VirushealthIndiaNews

AIIMS ના ડીરેક્ટરે કહ્યું, દરેક કોરોના ના દર્દીએ CT સ્કેન કરાવવું જરૂરી નથી, તેનાથી કેન્સરનો ખતરો

દિલ્હી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓએ સીટી સ્કેન કરાવવું જરૂરી નથી. જો કોરોના ના હળવા લક્ષણો હોય તો સીટી સ્કેન જરૂરી નથી. એક સીટી સ્કેન 300 એક્સ-રેની સમકક્ષ છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.

વારંવાર સીટી સ્કેન કરવાથી નાની ઉંમરે કેન્સરનું જોખમ વધી શકે છે. સીટી સ્કેન ફક્ત ડોક્ટર ની સલાહ પર જ કરવું જોઈએ. જો શંકા હોય તો, પહેલા એક્સ-રે કરાવો, પછી સીટી સ્કેન કરાવો. જો તમને હળવા લક્ષણો હોય તો સ્ટીરોઇડ્સ ન લો. એઈમ્સના ડિરેક્ટર ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, જો લક્ષણો હોય તો તાવ ન હોય તો ખોટી ચિંતા કરશો નહી.

રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે આ દિવસોમાં ઘણા લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. જ્યારે સીટી સ્કેનની જરૂર નથી, તો તે કરવાથી તમે તમારી જાતને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો કારણ કે તમે તમારી જાતને વધારે પડતા રેડિયેશનના સંપર્કમાં લાવી રહ્યા છો. બાદમાં આનાથી કેન્સર થવાની સંભાવના વધી શકે છે. saturation 93 થી ઓછુ હોય, છાતીમાં દુખાવો હોય, બેભાન જેવી સ્થિતિ હોય તો તરત ડોક્ટર નો સંપર્ક કરવો. આપણે કોવિડની યોગ્ય સારવાર કરવી જોઈએ. \

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાર રાજ્યોમાં એક લાખથી વધુ દર્દીઓ કોરોના વાયરસની ઝપેટમાં છે. સાત રાજ્યોમાં ૫૦૦૦૦ થી ૧ લાખ લોકો સારવાર લઇ રહ્યા છે જ્યારે ૧૭ રાજ્યોમાં ૫૦૦૦૦ થી ઓછા લોકો સારવાર લઇ રહ્યા છે.

Back to top button