India

તારક મહેતા કા ઉલટા ચશ્માં: દયાબેન ની વાપસી પર પ્રોડ્યુસરે કરી મોટી વાત

લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના દર્શકો ઘણા સમયથી દયાબેન એટલે કે દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે શોમાં તેને ફરીથી જોવા માટે ચાહકો ઉત્સુક છે. ઘણી વખત તેના પરત આવવાના અનુમાન કરવામાં આવી રહ્યા છે. દયા બેન નું પત્ર લોકોને ખુબ જ પસંદ આવતું હતું. પણ અમુક કારણોસર દિશા વાકાણી એ શો છોડી દીધો હતો.

હવે સિરિયલના નિર્માતા અસિત મોદીએ નટવરલાલ પ્રભુ શંકર ઉર્ફે નટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકની તાજેતરની એપિસોડમાં તેમની ગેરહાજરી વિશે વાત કરી છે. પોપટલાલના લગ્નનો પણ ઉલ્લેખ કર્યો અને દિશાની પરત ફરવાની ચર્ચા કરી. અસિત મોદીએ કહ્યું, ‘નટુ કાકા એક વરિષ્ઠ નાગરિક છે અને તેઓ પોતાની બીમારીથી સ્વસ્થ થયા છે, પરંતુ આ કોરોના વાયરસના રોગચાળાને કારણે, મને લાગે છે કે તેમને હમણાં ઘરે જ રહેવું જોઈએ અને સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ.

અમે તેમને શોમાં ચોક્કસપણે પાછા લાવીશું, પરંતુ ત્યારે જ જયારે બધું ઠીક થઈ જાય. એ જ રીતે પોપટલાલના લગ્ન મહત્વપૂર્ણ છે, પરંતુ વર્તમાન સંજોગોને લીધે તેની પણ રાહ જોવી પડશે. દિશા વાકાણી એટલે કે દયા બેન વિશે અસિત મોદીએ કહ્યું કે,મને લાગે છે કે હવે મારે જ દયાબેન બનવું જોઈએ!

તેમનો પરત આવવાનો પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. અમે પણ તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ પણ જો તેઓ શો છોડવાની ઇચ્છા રાખે છે તો શો નવી દયા સાથે આગળ વધશે.જણાવી દઈએ કે દિશાએ મેટરનિટી લીવ દરમિયાન 2017 માં શો છોડી દીધો હતો.

તાજેતરમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના ડિરેક્ટર મલક રાજદા ને ઈન્સ્ટાગ્રામ પર એક ચાહકે વિનંતી કરી હતી કે નવી અભિનેત્રીને દયાબેન તરીકે કાસ્ટ કરે. આ તરફ માલવે એક રમૂજી જવાબ આપ્યો કે જો હું વધુ બોલીશ તો નવો ડીરેક્ટર લઇ આવશે. તે મારા હાથમાં જ નથી. હું ફક્ત શોનો ડિરેક્ટર છું. અભિનેતાઓ અને અન્ય ઘણી બાબતો અંગે નિર્ણય લઈ શકતો નથી.

Back to top button