Gujarat

ગુજરાતમાં સરકાર 5 મે પછી લોકડાઉન કરશે? કોર્ટ સહીત ટાસ્ક ફોર્સે લોકડાઉન ની ભલામણ કરી છે

કોરોના ના વધતા કેસ વચ્ચે ગુજરાતમાં 29 શહેરોમાં સરકારે 5 મે સુધી નાઇટ કર્ફ્યુ સહીત ના કડક નિયમો લાગુ કર્યા છે. કોર્ટથી લઈને ગુજરાતના વેપારીઓ, ડોકટરો અને સામાન્ય લોકો હાલ કહી રહ્યા છે કે ગુજરાતમાં લોકડાઉન કરવું જોઈએ. આને ધ્યનમ લઈને હોસ્પિટલોમાં ઇમરજન્સીને દૂર કરવા 5 મેથી સાત દિવસ સુધી લોકડાઉન લાગુ કરાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, કેમ કે સરકાર ને ભલામણ કરવામાં આવી છે. સરકાર આ અંગે વિચારીને નિર્ણય લઇ શકે છે.

ગુજરાતમાં કોરોના ના કેસ વધતા બેસ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શન ની પણ અછત સર્જાઈ છે. રાજ્યભરના 29 શહેરોમાં કર્ફ્યુ હોવા છતાં કેસમાં વધુ ઘટાડો થઇ રહ્યો નથી.હજુ પણ બેડ ફૂલ છે અને મોત વધી જ રહ્યા છે. હોસ્પિટલોમાં પણ સ્થિતિ કંટ્રોલમાં ન હોવાથી ગુજરાત હાઇકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને કોવિડ ટાસ્ક ફોર્સે અનેક વાર સરકારને લોકડાઉન માટે કહી ચુકી છે.

હવે ગુજરાતમાં કોરોના ની ચેઈન તોડવા લોકડાઉન જ વિકલ્પ છે.૫ મે પછી ગુજરાતમાં પ્રતિબંધો અને રાત્રિ કર્ફ્યુ લંબાવાને બદલે લોકડાઉન લાગુ થાય તો કદાચ કેસ ઘટી શકે તેમ છે. લોકડાઉન ન હોવાથી લોકો હજુ પણ ફરી રહ્યા છે અને એટલે જ ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણમાં નોંધપાત્ર વધારો થયો છે.

Back to top button