Corona VirusDelhiIndiaNews

કોરોના ના વધતા કેસને લઈને IPL રદ્દ થશે? IPL રોકવા હાઇકોર્ટમાં થઇ અરજી

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ની બાકીની મેચો પર સંકટ વધ્યું છે.ગઈકાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં હાઈકોર્ટને IPL ની બાકીની મેચોને રદ કરવાના આદેશો આપવા વિનંતી કરવામાં આવી છે. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર, દિલ્હી સરકાર, બોર્ડ અને ડીડીસીએને જાહેર આરોગ્ય કરતાં ક્રિકેટ અને આઈપીએલને વધુ પ્રાધાન્ય આપવા કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર, બોર્ડ અને ડીડીસીએને નોટિસ ફટકારવી જોઈએ.

આ અરજી દિલ્હીના વકીલ અને સામાજિક કાર્યકર કરણસિંહ ઠાકરલ દ્વારા કરવામાં આવી છે. ઠકરાલ હાલમાં પોતે કોરોનાથી સંક્રમિત છે અને દિલ્હીની તબીબી સુવિધાઓની વિકરાળ સ્થિતિથી પરેશાન છે. તેમણે અન્ય વકીલ મારફત પોતાની અરજી દાખલ કરી છે. જાહેર આરોગ્યની તુલનામાં આઈપીએલને કેવી રીતે પ્રાધાન્ય આપવામાં આવે છે તે અંગે તપાસના આદેશ આપવા હાઈકોર્ટને અપીલ કરી હતી. આ મામલાની ઊંડાઈ થી તપાસ થવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાકીની મેચ તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ.

અરજીમાં હાઈકોર્ટને અપીલ કરવામાં આવી છે કે દિલ્હીમાં કોવિડ-19 માં ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારનો જવાબ લેવાની અપીલ કરવામાં આવે છે કે આ સ્થિતિ કેમ આવી છે? આ પછી બીસીસીઆઈ અને ત્યારબાદ ડીડીસીએ પાસે પણ માંગ કરાઈ છે.આ અરજીમાં દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ નોટિસ મોકલવાની માંગ કરવામાં આવી છે.

અરજદારે કહ્યું કે હાઈકોર્ટ ને વિનંતી છે કે તે દિલ્હીમાં આઈપીએલની કોઈપણ મેચને અટકાવે કારણ કે લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ એ આ સમયની સૌથી મોટી જરૂરિયાત અને માંગ છે. લોકોને હોસ્પિટલોમાં બેડ અને અન્ય જરૂરી સુવિધાઓ મળી રહી નથી. સોમવારે આ કેસ સિંગલ બેંચ પર સુનાવણી માટે આવ્યો હતો. આ બેંચે અરજીની સુનાવણી સેકન્ડ ડિવિઝન બેંચને સોંપી હતી. હવે બુધવારે 5 મેના રોજ સુનાવણી થશે.

સોમવારે કોલકાતા નાઈટ રાઇડર્સ ના ૨ ખેલાડી કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે કેકેઆરની મેચ તે જ દિવસે મોકૂફ રાખવામાં આવી હતી. આ મેચ અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાવાની હતી.

Tags
Back to top button