Ajab GajabInternational

રસોડામાં પાઈપ તૂટી ગઈ, પ્લમ્બર ને બોલાવીને સરખું કરાવ્યું તો બીલ આપ્યું 4 લાખ નું

બ્રિટનમાં એક પ્લમ્બર તેણે આપેલા એક બીલને કારણે ચર્ચામ આવ્યો છે. આ વ્યક્તિ એક વિદ્યાર્થીના ઘરે પહોંચ્યો હતો અને તૂટેલી પાઇપ રિપેર કરવા માટે આ વ્યક્તિએ ચાર લાખ રૂપિયાનું બિલ બનાવ્યું હતું. આ જોઈને એશ્લે ડગલસ નામનો વિદ્યાર્થી પણ ચોંકી ગયો હતો.

23 વર્ષીય એશ્લે હૈન્ટ્સમાં રહે છે. તેણે ધ સન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં જોયું કે મારા રસોડામાં પાણી ભરાઈ ગયું છે. તપાસ કરતા જણાયું કે પાઈપ તૂટી ગઈ છે અને તેના કારણે ઘણું પાણી વહી રહ્યું હતું. મેં તરત જ પીએમ પ્લમ્બર સર્વિસ ના પ્લમ્બર મેહદી ને ફોન કર્યો હતો.

એશ્લેએ વધુમાં કહ્યું કે મેં શરૂઆતમાં આ વ્યક્તિને પૈસા વિશે પૂછ્યું હતું, પરંતુ આ પ્લમ્બરે તે સાભળ્યું નહી અને પોતાનું કામ કરતો રહ્યો હતો. પરંતુ આ કામ પૂરું થયા પછી મને ૩૯૦૦ પાઉન્ડ લગભગ ૪ લાખ રૂપિયાનું બીલ આપ્યું હતું.એશ્લેએ કહ્યું કે આ વ્યક્તિએ તે સમયે જ પૈસા આપવાનું કહ્યું હતું.

પ્લમ્બરે કહ્યું કે હું મારી સેવાના એક કલાકના 1 કરોડ પણ માંગી શકું છું અને મને નથી લાગતું કે કોઈને એનાથી ફર્ક પડવો જોઈએ. હું મારા નોલેજ અને કામ માટેના પૈસા માંગુ છું. અન્ય પ્લમ્બરે કહ્યું કે આ કામ ૨૫૦૦૦ રૂપિયામાં આરાથી થઇ શકે તેમ હતું.

Back to top button