GujaratSouth GujaratSurat

સુરત સિવિલમાં દાખલ દર્દીએ આરોપ લગાવ્યો, પીવાનું પાણી મફત મળે તેના સ્ટાફ 100 રૂપિયા લે છે

શહેરની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ સિવિલમાં દર્દીઓને મફત પાણી ના પણ પૈસા આપવા પડે છે તેવી ઘટના સામે આવી છે. દર્દીઓએ જે પીવાનું પાણી વિના મૂલ્યે મેળવવું જોઇએ તે બોટલ દીઠ 100 રૂપિયા સુધી વેચાઇ રહ્યું છે. આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે.

આ વિડિઓ હોસ્પિટલમાં દાખલ દર્દી દ્વારા બનાવવામાં આવ્યો છે. દર્દીનો આરોપ છે કે હોસ્પિટલ સ્ટાફ પીવાના પાણીની બોટલ માટે ૧૦૦ રૂપિયા લે છે. તેણે તેના એક સબંધી દ્વારા વીડિયો હોસ્પિટલ મેનેજમેંટને પણ બતાવ્યો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સિવિલમાં દર્દી અને તેના પરિવારજનો પાસે આવી વસુલી કર્યા નો આ પહેલો કેસ નથી.

અગાઉ પણ ખોરાક, પાણી, દવા અને અન્ય વસ્તુઓ પહોંચાડવા માટે પૈસા લેવાનો ખુલાસો થયો હતો.કોવિડ હોસ્પીટલમાં પરિવારના પરિવાર ના સભ્યો ને એન્ટ્રી નથી મળતી, તેથી હોસ્પિટલનો સ્ટાફ પોતાની મનમાની કરે છે. જો કે દર્દીઓએ જીવન બચાવવા મનમાની નો સામનો કરવો પડે છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સરકાર દ્વારા વિના મૂલ્યે પીવાનું પાણી આપવામાં આવે છે. દરરોજ પાણીની બોટલ દરેક વોર્ડમાં પહોંચાડાય છે. પરંતુ આ પાણી દર્દીઓને આપવામાં આવતું નથી. જો દર્દી પાણી માટે પૂછે છે, તો તે કહેવામાં આવે છે કે બોટલ ખતમ થઈ ગઈ છે અને બહારથી પાણી લાવવું પડશે.

Back to top button