GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

રાજ્યમાં 12 મે સુધી કડક નિયમો: જાણી લો દિવસ દરમિયાન શું ચાલુ રહેશે અને શું બંધ

રાજ્યમાં કોરોના ના કેસ વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના ૧૩૦૫૦ કેસ નોંધાયા છે અને ૧૩૧ દર્દીઓના મોત થયા છે તાય્રે આજે મુખ્યમંત્રી રૂપાણી ની અધ્યક્ષતામાં કોર કમિટી ની બેઠક મળી હતી. અગાઉ રાજ્યમાં 5 મે સુધી કડક નિયમો અને રાત્રી કર્ફ્યું લાગુ કરાયો હતો ત્યારે તેની અવધી પૂરી થતા આજે ફરી બેઠક મળી હતી. આજે કોરકમિટી ની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય પણ નિયમો જરૂર કડક થશે.

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રી કર્ફ્યું લાગુ છે ત્યારે આજે વધુ ૭ શહેરો ડીસા,વાપી,અંકલેશ્વર,રાધનપુર,કડી,મોડાસામાં અને વિસનગરમાં પણ રાત્રી કર્ફ્યું લાગુ કરાયો છે. એટલે કે હવે ૩૬ શહેરોમાં આગામી 12 મેં સુધી રાત્રી કર્ફ્યું લાગુ રહેશે. રાજ્યમાં કડક નિયમો પણ લાગુ થશે જેમાં આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.

આવશ્યક સેવાઓમાં અનાજ-કારીયાના ની દુકાનો ખુલી રહેશે.શાકભાજી-ફળ ની દુકાનો, મેડીકલ, દૂધ-પાર્લર, બેકરી તેમજ ખાદ્યપદાર્થો ની દુકાન ખુલ્લી રહેશે. તમામ શહેરોમાં ઉદ્યોગો તેમજ બાંધકામની સાઈટ પણ ચાલુ રહેશે. કહાની ઓફિસો પણ ચાલુ રહેશે પણ ૫૦ ટકા સ્ટાફ તેમજ સામાજિક અંતર અને માસ્ક ના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. આ ઉપરાંત ફાયનાન્સીયલ સેવાઓ, ન્યુઝ પેપર,પ્રિન્ટીંગ સેવાઓ,પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે.

એટીએમમાં પૈસાની સપ્લાય જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પણ બેંક મેનેજમેન્ટને સૂચના આપી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટરો,એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બગીચા, મનોરંજન ઉદ્યાનો,મોલ,કોમ્પ્લેક્સ, સલુંમ,બ્યુટી પાર્લર બંધ રહેશે.

Back to top button