Ajab GajabInternationalNews

આ 42 વર્ષીય મહિલા વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ કેમ થાય છે,જાણો આ મહિલાની સાચી હકીકત,

સોશિયલ મીડિયા એ એક પ્લેટફોર્મ છે કે જેના પર યુઝરો એક જ કહાનીને ઘણી રીતે તેમની રીતે રજૂ કરે છે.ઇંગ્લેન્ડના પૂર્વ લંડનમાં રહેતા હવે 42 વર્ષીય સલવા હુસેનની જ વાત કરો! તેઓ છેલ્લા 2-3 વર્ષથી સતત સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.તે એવી અનોખી સ્ત્રી માનવામાં આવે છે,જેમનું હૃદય છાતીમાં ધબકતું નથી.પરંતુ,તેણી તેના હૃદયને એક બેગમાં મૂકીને ફરે છે.

તેમની કહાની 2018 માં પ્રકાશિત કરવામાં આવી હતી.પરંતુ આ થોડા દિવસોથી ફરીથી મીડિયા અને સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.લોકો તેમના વિશે ફરીથી જાણવા માંગે છે.તેમની કહાની વાંચો.42 વર્ષીય સલવા હુસેન બે બાળકોની માતા છે.તેઓ કૃત્રિમ હૃદય પર જીવંત છે. પરંતુ તેમનું સ્મિત કહે છે કે તે તેમના જીવનથી ખુશ છે.

આ જ કારણ છે કે તેઓ સોશિયલ મીડિયા પર વારં-વાર વાયરલ થાય છે.તમને જણાવી દઈએ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પાછલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે ભારતમાં 22000 લોકો ગંભીર બીમારીઓનો ભોગ બને છે.આવી સ્થિતિમાં સલવા હુસેન લોકોને જીવન જીવવાનો અર્થ શીખવે છે.

સલવાને લગભગ અઢી વર્ષ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો.આને કારણે તેમનું હૃદય કામ કરવાનું બંધ કરી દીધું છે.જો કે,આ પહેલા તે જાતે જ કાર ચલાવતા હતા અને થોડેક દૂર તેમના ફેમિલી ડોક્ટરના ઘરે પહોંચ્યા હતા.ઘટના સમયે તે ઘરે એકલા હતા.ડોક્ટર તેમને હોસ્પિટલમાં લઈ ગયા.4 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી,ત્યારબાદ તેમને હેર ફીલ્ડ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

ડોકટરોએ અહીં એક સરસ ઓપરેશન કર્યું.તેમની છાતીમાં પાવર પ્લાસ્ટિકના ચેમ્બર્સ મૂક્યા છે.તેમાં 2 પાઈપો જોડી છે.જે ઓક્સિજન સપ્લાય કરે છે.સલવા એક બેટરીથી ચાલતું ઉપકરણ (જેને તમે હૃદય કહી શકો છો) બેગમાં લઈ જઇ શકે છે.તેનું વજન 6.8 કિલો છે.તે વીજળી અથવા બેટરીથી ચાલે છે.આના માધ્યમથી પ્લાસ્ટિકની થેલીમાં હવા મુકવામાં આવે છે.

જો બેટરી ખરાબ થઈ જાય અથવા બંધ થઈ જાય,તો તેને થોડીક સેકંડમાં બદલવી પડે છે,આવી સ્થિતિમાં સલવાના પતિ અલ હંમેશા તેમની સાથે રહે છે.અહેવાલ મુજબ,આ ડિવાઇસની કિંમત 86 હજાર પાઉન્ડ (આશરે 85 લાખ રૂપિયા) બતાવવામાં આવી છે.સલવા હંમેશાં આ મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં હસતા રહે છે.તેણી કહે છે કે ઉપરવાળાએ જેવી જિંદગી આપી,તેને ખુશી-ખુશી જીવવું જોઈએ.

Back to top button