India

પતિ-પત્ની બાઈક પર જઈ રહ્યા હતા, યમરાજ બનીને આવ્યો ટ્રક અને બન્ને ને કચડી નાખ્યા

ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં બાઇક પર સવાર દંપતીની લાઈવ મોતની તસ્વીર સામે આવી છે. પુલભટ્ટા પોલીસ સ્ટેશન પાસે બેકાબૂ ટ્રકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ઈજા થઈ હતી. પત્ની ની હાલત હજુ નાજુક છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આપને જણાવી દઈએ કે કૃષ્ણ નગર કોલોની ખીરી યુપીના રહેવાસી દયાનંદ રૂદ્રાપુરમાં ભાડાના મકાનમાં રહેતાં સિદકુલની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. મંગળવારે તે બાઇક પર પત્ની સુનિતા દેવી સાથે રૂદ્રપુર આવી રહ્યો હતો. પુલભટ્ટા પોલીસ સ્ટેશન પાસે આવી રહેલી બેકાબૂ ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થયું હતું. અકસ્માત ની જાણકારી મળતા ની સાથે જ પુલભટ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.દયાનંદને ગંભીર હાલતમાં કિચાના સીએચસી લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. પત્ની સુનિતા દેવીની હાલત પણ નાજુક જણાવાઈ રહી છે.સીસીટીવી ના દ્રશ્યો બાદમાં સામે આવતા લોકો પણ ચકિત થઇ ગયા હતા.

Back to top button