International

ચીને પોતાના રોકેટ પરથી નિયંત્રણ ગુમાવ્યું, રોકેટ આ દેશો પર પડવાની શક્યતા

અવકાશમાં મોકલવામાં આવેલ ચીની રોકેટ કોઈપણ દિવસે પૃથ્વી પર અનિયંત્રિત રીતે પ્રવેશી શકે છે. આ રોકેટનો મુખ્ય ભાગ કોર છે તે લગભગ 100 ફુટ લાંબો છે. તેનું વજન લગભગ 21 ટન છે. ગયા વર્ષે મે મહિનામાં એક ચીની રોકેટ પશ્ચિમ આફ્રિકા અને એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. પશ્ચિમ આફ્રિકાના એક ગામમાં રોકેટનો નાશ કરવામાં આવ્યો હતો. જો કે સારી વાત એ છે કે આ ગામમાં કોઈ રહેતું નહોતું.

આ ચાઇનીઝ રોકેટનું નામ લોંગ માર્ચ 5 બી વાય 2 રોકેટ છે. આ રોકેટ લો-અર્થ ભ્રમણકક્ષામાં પૃથ્વીની ફરતે ચક્કર લગાવી રહ્યું છે. એટલે કે તે પૃથ્વીથી 170 કિ.મી.થી 372 કિ.મી.ની ઉંચાઈએ છે. તેની ગતિ 25,490 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 7.20 કિલોમીટર પ્રતિ સેકંડ છે. રોકેટના આ કોરની પહોળાઈ 16 ફુટ છે.

28 મી એપ્રિલે ચીને તેના તિયાને સ્પેસ સ્ટેશન ને બનાવવા માટે સૌથી મોટું રોકેટ લોંગ માર્ચ 5બી છોડ્યું હતું. તે એક મોડ્યુલ સાથે સ્પેસ સ્ટેશન તરફ ગયું મોડ્યુલને નિયત ભ્રમણકક્ષામાં છોડ્યા પછી, તેને નિયંત્રિત રીતે પૃથ્વી પર પાછા ફરવાનું હતું. પરંતુ હવે ચીનની સ્પેસ એજન્સીએ તેના પરનો નિયંત્રણ ગુમાવી દીધો છે.

જમીન પર જુદા જુદા દેશોના રડાર આ રોકેટ પર નજર રાખી રહ્યા છે. જેથી જો તે કોઈ દેશની ઉપર આવે છે, તો તે પહેલાં લોકોને માહિતી આપી શકે. તેની ગતિ અને સતત બદલાતી ઉંચાઈ ને કારણે, પૃથ્વી પર ક્યારે, કયા દિવસે અને ક્યાં પડશે તે જાણવું મુશ્કેલ છે. તેનો મોટાભાગનો ભાગ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ બળી જશે. પરંતુ જો નાનો ભાગ પણ વસ્તીવાળા વિસ્તારમાં આવે તો પણ તે તબાહી પેદા કરશે.

હાર્વર્ડ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિસિસ્ટ જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકામાં આટલું ભારે પદાર્થ અવકાશથી પૃથ્વી પર પડ્યું નથી. લોંગ માર્ચ 5બી રોકેટના કોર નું વજન આશરે 19.6 ટન એટલે કે 17,800 કિલો છે. આ પહેલાં 1991 માં, 43-ટન સોવિયત અવકાશ મથકનું સલયુટ-7 અનિયંત્રિત રીતે પૃથ્વી પર પડ્યું હતું. તેના કારણે આર્જેન્ટિનામાં વિનાશ સર્જાયો હતો.

આ સમયે આ રોકેટના માર્ગ મુજબ તે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધમાં સ્થિત ન્યુ યોર્ક, મેડ્રિડ અને બેઇજિંગની આસપાસ પડશે. અથવા તે દક્ષિણ ચીલી અને ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનની આસપાસ પણ પડી શકે છે, જે દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે. એટલે કે પૃથ્વીના આ ભાગોને ચીનના અનિયંત્રિત રોકેટથી ખતરો છે.

Back to top button