Corona VirushealthIndiaNews

કોરોના ના ઇલાજ માટે જો આ દવા લેશો તો વાયરસ શરીરમાં વધુ ઝડપથી ફેલાશે

કોરોના વાયરસની બીજી લહેરના કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલોમાં આઈસીયુ,બેડ, ઓક્સિજન અને દવાઓનો અભાવ પણ લોકોનાં મોત માટે એટલો જ જવાબદાર છે.. આવી સ્થિતિમાં ડોકટરો લોકોને ઘરે જ સારવાર લેવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો વહેલી રિકવરી માટે અવનવી દવાઓ અને સ્ટીરોઇડ્સનો વધુ પડતો વપરાશ કરી રહ્યા છે પણ શું તે જોખમી છે કે નહી તે જાણો છો?

નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયા કહે છે કે સીસ્ટેમેટિક સ્ટીરોઇડ્સના ઓવરડોઝથી દર્દીઓને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તેઓ રોગના પ્રારંભિક તબક્કે ઉપયોગમાં લેતા હોય છે. આનાથી ફેફસાં પર પણ ખરાબ અસર પડે છે. તેમણે કોવિડ ચેપ દરમિયાન દવાઓના દુરૂપયોગ સામે કડક ચેતવણી આપી છે.

ડો.ગુલેરિયાએ કહ્યું કે લોકોને લાગે છે કે રેમેડિસવીર અને તમામ પ્રકારના સ્ટીરોઇડ્સ કોરોના માં મદદ કરશે. પરંતુ લોકો જાણતા નથી કે તેમની હંમેશા જરૂર હોતી નથી. આવી દવાઓ અથવા સ્ટીરોઇડ્સ ફક્ત ડોકટરોની સલાહ પર જ લેવાય. ડો.ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, ‘કોવિડ-19 ના બે તબક્કા છે. પ્રથમ જ્યારે શરીરમાં વાયરસના ફેલાવાને કારણે તાવ ની સમસ્યા હોય છે. જયારે વાયરસ ફેફસામાં ફેલાવાનું શરૂ કરે છે અને ઓક્સિજનનું સ્તર અચાનક નીચે આવે છે, ત્યારે એન્ટિ-વાયરલ દવાઓ આપવામાં આવે છે.

તે જ સમયે બીજો તબક્કો આવે છે જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ કામ કરવાનું બંધ કરે છે . આ તે સમય છે જ્યારે દર્દીના શરીરને સ્ટેરોઇડ્સની જરૂર હોય છે. જો આ શરૂઆત તબક્કામાં જ આપવામાં આવે છે, તો પછી વાયરલ રેપલીકેશન વધે છે એટલે કે શરીરમાં વાયરસ તેની સંખ્યા વધુ ઝડપથી વધારી શકે છે.

આ ઉપરાંત લોકો કોરોના ચેપ પછી તરત જ સીટી સ્કેન કરાવી રહ્યા છે, જેના કારણે તેની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ અંગે ડો.ગુલેરિયાએ કહ્યું કે કોવિડની શરૂઆતમાં સીટી સ્કેન કરવાનો કોઈ ફાયદો નથી. તેમણે કહ્યું કે એક સીટી સ્કેન 300 એક્સ રે જેટલું રેડીયેશન પેદા કરે છે. જે આગળ જતા કેન્સર ને પણ આમંત્રણ આપી શકે છે.

Back to top button