Corona VirusIndiaNews

ભારતમાં મળ્યું કોરોના નું નવું AP સ્ટ્રેઈન, 15 ગણું ખતરનાક, 3-4 દિવસમાં જ દર્દી ગંભીર સ્થિતિમાં પહોચી જાય

ભારતમાં કોરોના વાયરસનું નવું વેરીએન્ટ સામે આવ્યું છે. જેને એપી સ્ટ્રેન નામ આપવામાં આવ્યું છે. એટલે કે આ વેરીએન્ટ આંધ્રપ્રદેશમાં મળી આવ્યું છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K વેરિઅન્ટ કહેવામાં આવી રહ્યું છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) ના વૈજ્ઞાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ 15 ગણો વધુ ચેપી છે. આને કારણે લોકો 3 થી 4 દિવસમાં બીમાર થઈ જાય છે.

એપી સ્ટ્રેન એટલે કે એન 440કે વેરિઅન્ટની શોધ પ્રથમ આંધ્રપ્રદેશના કુર્નુલમાં થઈ હતી. આ વેરીએન્ટ B1.617 અને B1.618 થી કરતાં વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર વી.વિનય ચંદે જણાવ્યું હતું કે, હાલ સીસીએમબીમાં અનેક પ્રકારોની તપાસ કરવામાં આવી રહી છે. કયો વેરીએન્ટ એટલો ખતરનાક છે, ફક્ત સીસીએમબીના વૈજ્ઞાનિકો જ જણાવી શકશે. પરંતુ તે સાચું છે કે નવું સ્ટ્રેઈન મળી આવ્યું છે.

એવું જોવા મળે છે કે કોરોના વાયરસનું નવું એપી સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યું છે. તેનો ઇન્ક્યુબેશન સમયગાળો અને રોગ ફેલાવવાનો સમયગાળો ખુબ ટૂંકો છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેમજ વધુ લોકોને ચેપ લગાવી રહ્યું છે. આ સ્ટ્રેઈન થી સંક્રમિત લોકો 3 થી 4 દિવસની અંદર જ ગંભીર સ્થિતિમાં પહોંચે છે.

પ્રથમ કોરોના લહેર જેવી સ્થિતિ નથી. આ સમયે નવા પ્રકારો લોકોને વધુને વધુ બીમાર બનાવી રહ્યા છે.વૈજ્ઞાનિકો પણ એપી સ્ટ્રેન, એટલે કે એન 440 કે વેરિએન્ટ વિશે ચિંતિત છે. કારણ કે તેના વિશે વધુ કહેવું મુશ્કેલ છે. તે યુવાનોને ઝડપથી નિશાન બનાવી રહ્યું છે.

Back to top button