Corona VirusGamesIndiaNews

કોરોના વાયરસને કારણે IPL ની ચાલુ સિઝન મોકૂફ,ખેલાડીઓ સંક્રમિત થતાં BCCI એ લીધો મોટો નિર્ણય,

કોરોના વાયરસથી ખેલાડીઓ સંક્રમિત થતાં IPL ની 14 મી આવૃત્તિ હાલના સમય માટે મુલતવી રાખવામાં આવી છે.BCCI અધિકારીઓની બેઠક થોડાક સમય પૂર્વે સમાપ્ત થઈ.આજની મેચ મુલતવી રાખેલ IPL પણ સ્થગિત છે.BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સમાચાર એજન્સીને માહિતી આપી છે.

સોમવારે કોલકાતા નાઈટ રાઇડર્સના બે ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થયા છે.આ પછી,ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી પણ ત્રણ કેસ સામે આવ્યા છે.જ્યારે મંગળવારે સાંજે મેચ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર રિદ્ધિમાન સહા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

તે જ સમયે,દિલ્હી કેપિટલ્સના બોલર અમિત મિશ્રા પણ કોરોના સંક્રમિત થયા છે.હાલમાં દિલ્હી કેપિટલ્સ,ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમોને સખત કોરંટાઇનમાં રાખવામાં આવી રહી છે.

બે દિવસમાં ખેલાડી વરૂણ ચક્રવર્તી,સંદિપ વોરિયર,રિદ્ધિમાન સહા,અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના બે સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે આઈપીએલ 2021 ની ફક્ત 29 મેચ જ બાકી હતી અને ફાઇનલ સહિત 31 મેચ બાકી હતી.

આ શહેરોમાં મેચ યોજાવાની હતીઆ તમામ મેચ 4 શહેરો અમદાવાદ,દિલ્હી,બેંગ્લોર અને કોલકાતામાં યોજાવાની હતી.જો કે,ચાર શહેરોમાં કોરોનાની સ્થિતિ ખરાબ છે.અહીં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના 10 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે.એક દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

Back to top button