BollywoodIndia

દીપિકા પાદુકોણ નો પરિવાર કોરોના ની ઝપેટમાં: પહેલા પિતા, માતા,બહેન અને હવે દીપિકા પણ કોરોના પોઝીટીવ

બોલીવુડ ની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અભિનેત્રી પોતાના પરિવાર સાથે બેંગ્લોરમાં છે. આ પહેલા આજે સમાચાર મળ્યા હતા કે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજ્જલા અને બહેન અનિશાને કોરોના નો ચેપ લાગ્યો છે. દીપિકાના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી (આઈફા) એ અભિનેત્રીને કોરોના ચેપ લાગવાના અહેવાલોની પુષ્ટિ કરી છે. દીપિકા હાલમાં તેના પરિવાર સાથે બેંગ્લોરમાં જ છે. આ પહેલા મંગળવારે તેના પિતા બેડમિંટન સ્ટાર પ્રકાશ પાદુકોણને વધુ તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અભિનેત્રીની માતા ઉજાલા પાદુકોણ અને નાની બહેન અનિશા પણ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.

દીપિકા પાસે આગળ ના મહિનાઓમાં ઘણી હાઇ-પ્રોફાઇલ ફિલ્મો છે. તે પતિ રણવીર સિંહ સાથે 83 માં દેખાશે, જેમાં 1983 માં ભારતની પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતની ગાથા બતાવવામાં આવી છે. તેમાં રણવીર ટીમના કપ્તાન કપિલ દેવ ની ભૂમિકામાં છે જ્યારે દીપિકા કપિલની પત્ની રોમીની ભૂમિકામાં છે.

દીપિકા અમિતાભ બચ્ચન અને પ્રભાસની સાથે પણ એક ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે શકુન બત્રાની અનન્યા પાંડે અને સિદ્ધંત ચતુર્વેદીની સાથે એક વિશેષ ભૂમિકામાં પણ જોવા મળશે. જોકે આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

Back to top button