BjpDelhiIndiaNewsPolitics

હાઇકોર્ટ ની ફટકાર: સરકાર આંધળી હોય શકે અદાલત નહી, ઓક્સિજન માટે આખો દેશ રડી રહ્યો છે

કેન્દ્ર સરકારના કાયદા અધિકારી દ્વારા પૂછવામાં આવતા કે કોવિડ-19 દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજનની અછત અંગે અદાલત ભાવનાશીલ ન બને. આ અંગે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ઠપકો આપ્યો હતો કે લોકોનું જીવન જોખમમાં છે અને આવી સ્થિતિમાં સરકાર આંધળી થઈ શકે છે પણ કોર્ટ નહીં. ન્યાયાધીશ વિપિન સંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે, “આખો દેશ આજે ઓક્સિજન માટે રડે છે”, ફક્ત દિલ્હી જ નહીં અન્ય રાજ્યો પણ.

સુનાવણી દરમિયાન વધારાના સોલિસિટર જનરલ ચેતન શર્માએ કેન્દ્રની તરફેણમાં જણાવ્યું હતું કે તેઓ સુપ્રિમ કોર્ટના ૩૦ એપ્રિલના આદેશનો પાલન અહેવાલ દાખલ કરવાના છે અને આ મામલામાં નહી પડે કે દિલ્હીને દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સીજન મળી રહ્યો છે કે ફક્ત જરૂરિયાત પૂરી કરાઈ રહી છે.

શર્માએ કહ્યું કે ગઈકાલે મધ્યરાત્રિએ 433 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હી પહોંચ્યું હતું અને આજે સવારે 307 મેટ્રિક ટન પહોંચ્યું છે અને આશા છે કે સાંજ સુધીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાએ દિલ્હી સરકાર તરફે કહ્યું હતું કે કેન્દ્રને દિલ્હીમાં 590 મેટ્રિક ટન ઓક્સિજન પહોંચાડવાનું છે અને લોકો ફક્ત 420 મેટ્રિક ટનની સપ્લાયના કારણે મરી રહ્યા છે.

આ અંગે શર્માએ જવાબ આપ્યો, લોકો મરી રહ્યા છે, તેવું બડબડ કરવાનું અહી બંધ કરો. આનાથી નારાજ બેંચે કહ્યું, શું આ ખાલી બડબડ છે, સત્ય નથી? માફ કરશો શ્રી શર્મા, પરંતુ આ યોગ્ય નથી.જ્યારે શર્માએ ભાવનાત્મક ન થવાનું કહ્યું ત્યારે બેંચે કહ્યું,” જ્યારે લોકો મરી રહ્યા છે, ત્યારે તે ભાવનાત્મક મુદ્દો છે. લોકોનું જીવન જોખમમાં છે. તમે અંધ બની શકો, અમે નહીં. તમે આટલા સંવેદનહીન કેવી રીતે બની શકો.

Back to top button