Corona VirushealthIndiaNews

ભારતમાં કોરોના ની તબાહી ક્યારે ખતમ થશે, AIIMS ડીરેક્ટરે જણાવ્યું

કોરોના વાયરસની આ નવી લહેરે દેશના દરેક રાજ્યોની હાલત બગડી નાખી છે. કોરોનાની આ તબાહી ક્યારે બંધ થશે? ક્યારે કોરોના ની પીક આસ્વેહ? અને કોરોના મૃત્યુ ક્યારે બંધ થશે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ગુંજતા રહે છે. નવી દિલ્હીના એઈમ્સના ડીરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ અંગે જણાવ્યું છે.

ડો.ગુલેરિયાએ કહ્યું કે ભારત એક મોટો દેશ છે, તેથી કોરોના ની પીક અહી જુદા જુદા સમએ આવશે. પશ્ચિમ ભારતમાં કોરોના કેસોમાં વધારો થયા પછી, તેઓ કેટલાક અંશે ઘટાડો જોવા લાગ્યા છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં વધતા જતા કેસો જોયા પછી લાગે છે કે અહીં કોરોના પીક આવી ગયો છે.

જો આપણે રાજધાની દિલ્હી અથવા આસપાસના રાજ્યો ની વાત કરીએ તો અહી પીક આવવામાં વાર લાગી શકે છે.કદાચ આ મહિનાના મધ્ય સુધીમાં કોરોના પીક આવી શકે છે. જો કે કોરોના સામે લડવા કેવા પગલા લેવામાં આવે તેના પર પણ આધાર રહેશે.પૂર્વી ભારતમાં કોરોના ફેલાવા અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે આસામ અને બંગાળ જેવા રાજ્યોમાં હવે કોરોના કેસ ઝડપથી વધવા માંડ્યા છે, જે ચિંતાનો વિષય છે.

ડો.ગુલેરિયા એ કહ્યું કે કોરોના ની ત્રીજી લહેર પણ આવી શકે છે. જો આપણે વધુને વધુ લોકોને રસી અપાવવામાં સક્ષમ થઈશું તો ત્રીજી લહેરમાં જોખમ ઓછું હશે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, જુલાઈ સુધી ભારતમાં રસીનો અભાવ રહેશે અને આટલી મોટી વસ્તીને રસી આપવી સરળ નહીં બને.

ડો.ગુલેરિયાએ કહ્યું કે આ ખરેખર ચિંતાનો વિષય છે. જો કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પણ નવા પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યા છે. આ અંગે કેટલીક કંપનીઓ સાથે કરાર પણ કરવામાં આવી રહ્યા છે. રસી બનાવવી મુશ્કેલ કાર્ય છે, તેથી થોડો સમય પણ લાગી શકે છે.

Back to top button